________________
= ૪૩૪૪. આટલા વિસ્તારમાં પથરાયેલા આ ચરિત્રમાં ઠામઠામ ઉપદેશાત્મક મહાવાક્યો, પ્રસંગને અનુરૂપ કથાઓ તેમજ પ્રસંગને અનુરૂપ ઉપમા-અલંકાર-લાલિત્ય-ભાષા સૌષ્ઠવ-શબ્દ લાલિત્ય આદિથી ભરપૂર છે. દરેક સર્ગનો સામાન્ય પરિચય આ મુજબ છે. સવિશેષ તો અનુક્રમણિકા જોવાથી ખ્યાલ આવશે.
પ્રથમ સર્ગમાં - શ્રી રત્નચંદ્રમુનિ પોતાની કથાદ્વારા બળરાજાને વૈરાગ્યવાસિત કરે છે વચમાં નમસ્કાર મહામંત્રના શ્રવણનો અનેરો મહિમા બતાવી તે વાતને પુષ્ટ કરવા ગંધાર નામક શ્રાવકની કથા દર્શાવી છે. જૂની આવૃત્તિમાં શ્લોક નં. ૨૩૧ બે વાર ભૂલથી નંબર અપાયેલ તે આમાં સુધારેલ છે.
બીજા સર્ગમાં - પોતાના પુત્રને રાજગાદી મળે અને પોતે રાજમાતા બને, આવા અરમાનોને કારણે સાવકીમાતા શોક્યના પુત્ર ઉપર કેવા પ્રકારનો ગંભીર આરોપ મૂકે છે ! તે બતાવી સ્ત્રીચરિત્રની ગહનતાનું સારું એવું વર્ણન કર્યું છે. શ્લોક નં. ૧૩૨માં એક અક્ષર ઘટતો હોવાથી “તું” ઉમેરેલ છે. ગુજરાતી ભાષામાં વપરાતો બકરી શબ્દ વેરીમિવ – ૩૨૬, દ્વિરી (સં.૭-૭૯) શબ્દપણ અહિ મળે છે. “દઢપ્રહારી” બ્રાહ્મણપુત્ર હોવાથી તે અવધ્ય છે. તે વાત પણ અહિયા મળે છે.
બળરાજાની દીક્ષા બાદ મહાબલકુમાર રાજા બને છે. અન્યઅન્ય દેશના છ રાજાઓ સાથે કલ્યાણમૈત્રીનો કોલ કરાર કરે છે. ન્યાય-નીતિપૂર્વક રાજ્ય શાસન કરતા કરતા એકવાર નગરમાં પધારેલા શ્રી વરધર્માચાર્યની દેશનાશ્રવણના પ્રતાપે વૈરાગ્યવાસિત બની પોતાના પુત્ર બળભદ્રને રાજગાદીએ બેસાડવા શ્રેષ્ઠ જયોતિષીને બોલાવે છે. તે પ્રસંગે જ્યોતિષશાસ્ત્રની પ્રાસંગિક
13