________________
નાના--------------૦૯-૯-૨લ યુદ્ધની ઘોષણા -૦૯-૦૯----૯---૨૯-૦૯--૯
બસ, . આનું નામ તાલીમ ! ક્રિયા કોઈપણ રીતે કરવાની જ”એવી ક્રિયાની મુખ્યતા એ તાલીમ !
આ તાલીમ તો અપેક્ષાએ સહેલી જ હતી. કેમકે આ તાલીમમાં મુખ્યત્વે ક્રિયા હતી. ક્રિયા આવી એટલે ભયો ભયો ! અને ક્રિયા તો શરીરને જ આધીન છે ને ? એટલે શરીરને કાબુમાં રાખીને આ બધી ક્રિયાઓ કરવામાં મુશ્કેલી પડે તો ય તેવી તો મુશ્કેલી ન જ પડે, જેવી મનને = આત્માને કાબુમાં રાખવાની સાધનામાં પડે.
દીક્ષાની તાલીમમાં, મુમુક્ષુપણામાં જીવનો ભાવ મુખ્યત્વે આવો રહેતો કે “મારી ક્રિયાઓ નિર્દોષ રહેવી જ જોઈએ. મારી પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ઊભા ઊભા જ, સત્તર સંડાસા પૂર્વક થવી જોઈએ. મારું ગુરુવંદન, મારી જિનપૂજા... બધું નિર્દોષ હોવું જોઈએ....” “
પણ એવી દઢતા સાથે એવો ભાવ કેળવાયેલો ન હતો કે “મારો પરિણામ નિર્દોષ રહેવો જ જોઈએ. મારી ખાવા પ્રત્યેની અનાસક્તિ, વિજાતીય પ્રત્યેની નિર્વિકારિતા, ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ, શાસ્ત્રો પ્રત્યેની નિષ્કપટ ભક્તિ, જીવ માત્ર પ્રત્યેની મૈત્રી, ગુણવાનો પ્રત્યેની અનુરાગિતા.... આ બધું કોઈપણ નાના દોષોથી ય ખરડાયેલું ન હોવું જોઈએ.” - દીક્ષાની તાલીમવાળો જીવ તો પ્રતિક્રમણ થયું એટલે હાશ ! અનુભવે. મારી ક્રિયા થઈ ગઈ. પાપોનો પશ્ચાત્તાપાદિ ન થયો હોય તો પણ એના કારણે એને ઝાઝો રંજ ન થાય.
પણ સાચો દીક્ષિત જીવ તો વિધિસર પ્રતિક્રમણ થવા છતાંય થઈ ગયેલા પાપોના સ્મરણ, પશ્ચાત્તાપાદિ જો ન થયા હોય તો ઝૂરે, દુઃખી થાય, બેચેન બને.
દીક્ષાની તાલીમવાળો જીવ તો “મેં આજે એકાસણું કર્યું.” એ વિચારથી કૃતકૃત્ય થઈ જાય. એમાં આહાર સંજ્ઞા પોષાઈ તો ય શું? ન પોષાઈ તો ય શું? એને એની ફુરસદ જ ન હોય. આ પણ સાચો દીક્ષિત જીવ તો આયંબિલમાં પણ જો રાગ જાગે, જો બલવણરહિત વસ્તુ આવી જવાથી દ્વેષ જાગે તો ધ્રુસકે ધ્રુસકે રડે, પૂજ્યપુરુષો પાસે એ પાપને જોરદાર ધિક્કારે,
હવે તો સમજાયું ને ? કે દીક્ષાની તાલીમ અને સાચી દિક્ષામાં કેટલો તફાવત છે? જ્યાં બાહ્ય આચારોજ સર્વસ્વ લાગે,
જ્યાં બાહ્ય ક્રિયાઓ જ સદ્ધર્મ લાગે, - ---- ----- - - - - - - - - ૧૧ - - - - - અલ-----જલન જલાહ ન જ