________________
મહાવ્રતો વસ્તુ આવી જાય તો ગુસ્સો કરાવનારી, અપ શબ્દો બોલાવનારી અરુચિ તો ન જ થવી જોઈએ” એવી દૃઢતા કેટલી?
“રાત્રે ઉંઘવાનું તો સંથારા - ઉત્તરપટ્ટાદિ ઉપર જ, ગાદલા તો નહિ જ વાપરવાના.” આ આચાર બરાબર પાળ્યો પણ “શરીરને જેટલી ઊંઘની જરુર હોય, એના કરતા એક પળની પણ ઉંઘ એને આપવી નથી. નહિ તો મારી સુખશીલતા, દેહાસક્તિ, પ્રમાદ વધી જશે.” એવી ભાવધારા કેટલી ?
“મારે ગાઢ નિંદ્રા તો નથી જ લેવી કે જેમાં પડખા ફેરવતી વખતે ચરવળાદિથી હું પૂંજી ન શકું.... અને એ રીતે ગાઢ પ્રમાદમાં ખૂંપી જાઉં ” એવી ભાવધારા કેટલી ? “મારે રોજ કલાક બે કલાક ગોખવાનું, જીવવિચારાદિનો પાઠ રોજ જ લેવાનો......” આ બધું ઘણી કાળજી સાથે પાળ્યું,
પણ “મારા કરતા વધુ સારો અભ્યાસ કરનારા બીજા મુમુક્ષુ વગેરે પ્રત્યે મને ઈર્ષ્યા ન જ થવી જોઈએ. મને માત્રને માત્ર પ્રમોદભાવ જ થવો જોઈએ. બીજાનો વિકાસ એ જ મારી આત્મિક મસ્તી બનવી જોઈએ....
એવું વલણ કેટલું? “સંમૂચ્છિમની વિરાધનાથી બચવા માટે સંડાસનો ઉપયોગ નહિ જ કરું, કુંડીમાં જ માત્રુ પરઠવીશું. વડીનીતિ પણ કાં બહાર કે છેવટે વાડામાં.... પણ સંડાસમાં તો નહિ જ જાઉં” એવી દૃઢ ક્રિયા તો ખૂબ કરી
પણ “જેમ પાંજરાપોળમાં ઢોરોને સાચવનારા કેટલાકો પોતાના ઘરના માતા પિતા – પુત્ર વગેરેને ન સાચવે, એમ હું કરવા નથી માંગતો. હું સંમૂધ્ધિમાદિ જીવો પ્રત્યે જીવદયા કેળવું છું, તો મારી પાસે આવનારા કોઈપણ જીવ પ્રત્યે, મારા સહવર્તીઓ પ્રત્યે, મારા કહેવાતા હિતશત્રુઓ પ્રત્યે મારા પ્રત્યેક રૂંવાડે માત્રને માત્ર નિર્દોષ વાત્સલ્ય ભાવ જ ૨મતો રહેવો જોઈએ...” એવી વૈચારિક સૃષ્ટિ ખીલી હતી ખરી?
ટુંકમાં કહેવું હોય તો
સર્વવિરતિ માટે મુમુક્ષુપણાની તાલીમમાં આપણે
–
,,
ક્રિયાચુસ્ત હતા, પણ જ્ઞાનચુસ્ત (ભાવચુસ્ત) હતા ? પ્રવૃત્તિલીન હતા, પણ પરિણતિલીન હતા?
વ્યવહારમગ્ન હતા, પણ નિશ્ચયમગ્ન હતા?
હા ! તે વખતે જ્ઞાન, પરિણતિ, નિશ્ચય, સાવ ન હતા, એવું નથી. પણ “ક્રિયા=પ્રવૃત્તિ=વ્યવહાર તો જોઈએ જ, એના વિના ન ચાલે” એવો જેમ આગ્રહ હતો, તેમ જ્ઞાન=પરિણતિ=નિશ્ચય તો જોઈએ જ, એના વિના ન ચાલે, એવો આગ્રહ ન હતો ને ? એવી સમજણ ન હતી ને ? પરિણતિની એવી પ્રધાનતાને પિછાણી ન હતી ને ?
૧૦
*