________________
--------------------- યુદ્ધની ઘોષણા આજકજલ - - ૨૯-૦૯૦૯ - - - -
પણ મહાન શાસ્ત્રકાર ભગવંતોએ નાનકડા છતાં મધૂર વાક્યમાં એ ભેદને ખૂબ સુંદર રીતે દર્શાવી દીધો છે હોં!
યોગશતક વૃત્તિકાર કહે છે કે પ્રાયઃ જ્ઞાન પ્રતિપત્તિમત્વાન દીક્ષા એ જ્ઞાનયોગના સ્વીકાર રૂપ છે. અર્થાત્ શ્રમણત્વ એ પરિણતિપ્રધાનતાના સ્વીકાર રૂપ છે. અર્થાત મહાભિનિષ્ક્રમણ એ ભાવલક્ષી સાધનાના સ્વીકાર રૂપ છે. ન સમજણ પડી? તો સાંભળો.
દીક્ષાની તાલીમમાં પરિણતિ, ભાવ ન હતો એવું નહિ. પણ છતાં ત્યાં મુખ્યત્વે બાહ્યક્રિયાઓની પ્રધાનતા હતી. જીવ પણ એવો વિકસિતદશામાં ન હતો કે એ બાહ્ય ક્રિયાઓની પ્રધાનતાને વધુ મહત્વ આપતો અટકે.
એ જીવની દશા એવી કે આમ તો ભાવને અને ક્રિયાને બંનેને જાળવે. પણ જ્યારે ભાવ અને ક્રિયા બેમાંથી એકને છોડવાનો ચોક્કસ પ્રસંગ ઊભો થાય, ત્યારે એ જીવ ભાવને ત્યાગીને પણ ક્રિયાને પકડી રાખે.
અલબત, સમ્યગ્દર્શન છે, દેશ વિરતિ છે... એટલે કદાગ્રહ નથી. પણ સર્વવિરતિ પરિણામોમાંથી પ્રગટ થતી જે અલૌકિક વિચારધારા છે, એને એણે પામી ન હોવાથી આવી ગરબડો અજ્ઞાન-અણસમજ પ્રેરિત થતી રહે. - દરેક જણ પોતાના દીક્ષાની તાલીમના દિવસો યાદ તો કરે.
રોજ અષ્ટપ્રકારી પૂજા તો કરવાની જ, એવો આગ્રહ કેટલો બધો હતો. પણ રોજ “અષ્ટપ્રકારી પૂજામાં રૂંવાડા ખડા થઈ જાય એવો ભાવોલ્લાસ પ્રગટવો જ જોઈએ. અને એવી ભાવોલ્લાસ ન પ્રગટે તો ચેન ન પડે... એવી વૃત્તિ કેટલી ?
રોજ સવાર સાંજ પ્રતિક્રમણ તો કરવાનું જ, એવો આગ્રહ કેટલો બધો હતો. પણ પ્રતિક્રમણમાં દરેક સૂત્રો, સૂત્રોના વાક્યો, વાક્યોના પદે પદે ઉપયોગ રહેવો જોઈએ, એમાં હૃદયમાં આનંદ અનુભવાવો જોઈએ. એકાગ્રતા ટકવી જોઈએ, મન બીજે ભટકવું ન જ જોઈએ” એવી વૃત્તિ કેટલી ?
“પાણી તો ઉકાળેલું જ પીવાનું, છૂટે મોઢે નહિ રહેવાનું. એકાસણું – બેસણું તો કરવાનું જ, થાળી તો ધોઈને પીવાની જ, અને લુંછવાની પણ ખરી જ....” આ બધું કેટલું બધું કાળજી પૂર્વક આચરતા હતા, પણ “ઠંડુ પાણી પીવામાં મને રાગ તો ન જ થવો જોઈએ, ગરમ પાણી આવી જાય તો વેષ તો ન જ થવો જોઈએ. એકાસણા - બેસણામાં જીભડીને સારું સારું ખવડાવીને લાલસા તો ન જ પોષવી જોઈએ. અણ ભાવતી નાના નાના - - - - - - - - - - ૯ - - - - - - - ૧૯૯૯ ના