________________
અભ્યાસાર્થે અવારનવાર સલાહ આપનાર શ્રી કૌસાંબી, ફાધર હેરાસ વગેરે જેવા વિદ્વાનો વિષેનો તેમનો આદર અને તેમના માર્ગદર્શન સાથેની અભ્યાસ ચીવટ આવી સ્થિતિ ઉપસ્થિત ન થવા દે !
તો અભ્યાસ ડિગ્રી માટે રજૂ કેમ ન થયો ? અને પ્રકાશન માટે તેને આખરી ઓપ કેમ ન અપાયો ?
તે એક અંગત રહસ્ય છે અને તે જાણનાર નિકટતમ વ્યક્તિ તરીકે અત્રે તે ફૂટ કરું છું – સદ્ગત નિરંજનની મનોમન રજા માગી લઈને !
એક સાંજે, વરસોવાના દરિયાકાંઠે સાથે બેઠેલો નિરંજન ગંભીર મૌનમાં છે. વર્તમાનમાં ચુસ્ત ગાંધીવાદી અને અભ્યાસમાં પાલી-અર્ધમાગધી લઈ બુદ્ધ-મહાવીરનાં જીવન અને ચિંતનમાં ઊંડા ઉતરનાર માટે આવું મૂકગાંભીર્ય નવી-અજાણી-મનોદશા ન હતી અને ઘણીવાર એ મૌન ઉઘડે ત્યારે કશુંક ભીતર ઉઘડતું !
આ પ્રસંગે, આથમતા સૂર્યની સાખે, સમુદ્રનાં જળ પર રેલાતાં તેજ પર આંખ ઠેરવીને નિરંજને જે ઉચ્ચાર્યું તે દશ્ય અને તેનો અવાજ હજી દેખાય છે - સંભળાય છે :
બ... દળી દળીને ઢાંકણીમાં?! વર્ષો સુધી અભ્યાસને નિમિત્ત કરીને જે વાંચતો ગયો તેમાંથી બુદ્ધ અને મહાવીર પ્રગટતા ગયા. તેમાંથી જે લાવ્યું તેણે હૃદયને જે આપ્યું તે કેટલું ઉત્તમ છે? આ જે પામ્યો તેને માત્ર ડિગ્રી માટે મારે વટાવવાનું? આ શોધ કરતાં મને જે મળ્યું છે તેની સામે ડિગ્રીની શી કિંમત છે? – અને તેમ કરું તો જે પામ્યો તેનો અર્થ શો ?...”
- ફરીથી મૌન ! – પછી જાણવા મળ્યું કે નિરંજને વિદ્યા ડિગ્રી માટે ન વટાવવાનો નિર્ણય લીધેલો ! પછીથી પણ વારંવાર તેની વાતોથી વરતાતું કે અભ્યાસ એ તો ઉપાસના હતી !
એ અભ્યાસ-લેખ પ્રકાશન માટે તૈયાર ન થયો તેની પાછળ આ મનોદશા તો કારણભૂત હતી જ. ઉપરાંત આ અભ્યાસમાં જણાતો વિલક્ષણ અભિગમ પણ કારણભૂત ખરો !
આ અભ્યાસમાં બે વલણો એક સાથે એકબીજાને સંયત કરતાં પ્રવર્તે છે.
નિરંજનનું સ્પષ્ટ રીતે માનવું હતું કે અભ્યાસ ઐતિહાસિક વ્યક્તિ