Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 11
________________ અભ્યાસીનો અભિગમ અને સૌથી વધુ તો આ અભ્યાસ પાછળ પ્રેરકબળ તરીકે રહેલી માનસિક ભૂમકિા પ્રગટ થાય, જેથી ગ્રંથના વાંચકને તે વિષે કેટલીક આવશ્યક પૂર્વતૈયારી સાંપડે. જે સ્વરૂપે આ ગ્રંથ પ્રસ્તુત થયો છે, અને તેમાં અભ્યાસનો જે અભિગમ અપનાવાયો છે તેની સાથે સમભાવી થવા માટે એવી પૂર્વ માનસિક તૈયારી જરૂરી છે – વિશેષતઃ તો એટલા માટે કે અભ્યાસ વિષય ધમ્મ” સાથે સંકળાયેલો હોવાથી. કેટલીક મનોગ્રંથિઓથી મુક્ત થયા વગર, કેવળ અભ્યાસ, ધર્મ વગેરે બાબતે કેવળ પરંપરાગત ગ્રહિતોને જ વળગી રહીને આવા પ્રયત્નોને સમજવા શક્ય નથી. ખરેખર તો ગ્રંથ આપના હાથમાં મુકાયો હોવા છતાં કહેવાનું મન તો થાય છે કે “ન વાંચશો' ! – આવું સૂઝે છે કારણ કે મનમાં તો એવું જાગે છે કે “કદાચ નિરંજને આવું જ કહ્યું હોત ! તેની ઘણી વાતોમાંથી જે અંદેશો પકડાતો હતો તે એ પણ છે કે આ પ્રકારનો અરૂઢ અભિગમ. મુક્ત માનસિક વલણથી કેળવાયેલા તટસ્થ અને સમુદાર માનસ વગર સંભવ છે કે એ ન સમજાય - કદાચ ન પણ સહેવાય ! પહેલી નજરે તો લાગે કે આવા કોઈ સંદેશાથી જ નિરંજને આ ગ્રંથને, રજૂઆત માટે જરૂરી એવું પૂર્ણ સ્વરૂપ આપવાનું માંડી વાળ્યું હોય, એટલે કે તેને વ્યાપક વાચન માટે રજૂ ન કરવાનું વિચાર્યું હોય ! જો એમ ન હોત તો આયુષ્યના દીર્ઘકાળ દરમિયાન સતત વિદ્યાવ્યાસંગી રહેનાર એવા તેણે ક્યારેક-વિદ્યાપીઠમાં કામ કરતી વખતે કે પૂરી નિવૃત્તિ પછી પણ આ ગ્રંથને પ્રકાશન માટે હાથમાં લીધો હોત ! પરંતુ, તેણે તો પીએચ.ડી. માટે કરેલો અભ્યાસ. તે પૂરો થયો અને લખાણરૂપે સામગ્રી તૈયાર થઈ ગઈ તે છતાં ડિગ્રી મેળવવા માટે તે અભ્યાસ રજૂ કેમ ન કર્યો ? સાંભળવામાં આવેલું તેમ છેવટે માર્ગદર્શકો સાથે કંઈક મતભેદ હતો ! પોતાનો અભિપ્રાય શ્રદ્ધેય લાગ્યો હોય તો તેમાં કોઈ પણ કારણે ડિગ્રી માટે પણ આ સિદ્ધાંતનિષ્ઠ ચુસ્ત ગાંધીવાદી બાંધછોડ ન કરે એ તો એ વ્યક્તિને ઓળખનાર સૌ કોઈ સ્વીકારશે. પણ આ બાબતમાં તેનું કારણ મનાય નહીં. મુનિ જિનવિજયજી, ડો. ભાયાણી જેવા માર્ગદર્શકો અને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 462