________________
: ૧૧ : બીજા વિશ્વ યુદ્ધ એવી કપરી સ્થિતિ ઊભી કરી છે કે જે કે હાલ હિંદુસ્તાન અંગ્રેજ સરકારના અમલમાંથી છૂટીને સ્વતંત્ર થયું છે તો પણ જિંદગીના નિભાવની કિંમત ત્રણગણું કરતાં વધી ગઈ છે અને રૂ. ૮૦૦) ભાઈશ્રી મેતીચંદ મારફત આવ્યા તે જ્યાંસુધી નહોતા આવ્યા ત્યાંસુધી આ ભાગ છપાવવાની ભાવના જ થઈ શકતી નહોતી, કારણ કે પૈસા એ વ્યવહારનું જીવન છે.
છેલ્લા ૧૦ વર્ષથી સંગતની જયંતિ મુંબઈમાં ઉજવાય છે તે પ્રમાણે સંવત ૨૦૭૩ ના આસો વદ ૮ સુરત તથા ખંભાતમાં અને મુંબઈમાં પણ ઉજવાઈ હતી. સુરતમાં આચાર્ય શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરિના પ્રમુખપણે ઉજવાઈ હતી.
આ આઠમો ભાગ બહાર પડ્યો તે શાસનદેવની કૃપાથી જ બહાર પાડ્યો છે, નહિં તો બહાર પડી શકે નહિ એવી જ સમિતિની સ્થિતિ હતી.
મહોદય પ્રેસ તરફથી જે સગવડ આપવામાં આવી તે માટે તેના માલીક ભાઈ ગુલાબચંદ લલ્લભાઈનો, સમિતિના સર્વ સભાસદો અને સહાયકોને તેમજ પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણિવર્યનો આભાર માનું છું.
મારાથી બની શકતી દરેક રીતે કામ જેમ બને તેમ જલદી કરવાને હું ઉક્ત રહ્યો છું, છતાં પાછળના છ મહિના છાપખાનાને લીધે લંબાયા છે, તે માટે હું ક્ષમા માગું છું.
શાસનદેવ અમારા આ કામમાં સહાય કરો એ જ પ્રાર્થના છે.
ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાંચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવાને આવા ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. વિ. સં. ૨૦૦૪ ) ચૈત્રી પૂર્ણિમા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ
માનદ મંત્રી.