________________
ક ૧૦ :
જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ ભાગ મેળવવા ઈચછા હોય તેઓને પેસ્ટેજના ત્રણ આના મેકલવાથી વિના મૂલ્ય મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકે, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે જાણવા ઈચ્છા હોય તેમણે–
શાહ નત્તમદાસ ભગવાનદાસ ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ નં. ૨
એ શીરનામે પત્ર લખ જેથી બધી માહિતી મળી શકશે. કિંમત માટે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે પડતર કિંમત કરતાં અર્ધા ભાવે જ વેચવાના સમિતિના નિર્ણય પ્રમાણે આ ભાગની કિંમત રાખવામાં આવી છે. લડાઈના સંજોગોને લીધે કાગળના, બાઇડીંગના અને બીજી દરેક ચીજના ભાવ વધી જવાથી આટલો કિંમત રાખવાને સકેચ થવા છતાં નિરુપાયે રાખવી પડી છે.
સાતમે ભાગ સંવત ૨૦૦૦ ના આ વદ ૧૩ બહાર પડ્યો હતો. સાતમે ભાગ છપાયે ત્યારે સીલીક નામથી જ હતી, પરંતુ ભાઈશ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ લાગવગ ચલાવીને અમદાવાદવાળા શેઠ જેશંગલાલ સાંકળચંદ પાસેથી રૂા. ૮૦૦)ની રકમ સમિતિના ફંડમાં ભરાવી આપી તથા તે પછી બીજા ૩-૪ ગૃહસ્થો પાસેથી રૂા. ૪૦૦) ની રકમ મળી શકી તથા આગલા ભાગેનું વેચાણ થતાં ઉપજેલી રકમ કામમાં લઈ આ આઠમો ભાગ છપાવવાની ગોઠવણ કરી છે–પૈસા ભેગા કરવા અને પુસ્તક છપાયા પછી તે નકલો વેચવા માટે ગોઠવણ કરવી એ બેવડું કામ કેટલું મુશ્કેલ છે તે અનુભવથી જ જણાય છે.
પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવર જેઓ બે વરસથી આચાર્યપદથી વિભૂષિત થયા છે તેમને પણ આભાર માનું છું.