Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રથમ ફર્મગ્રંથનું સંક્ષેપમાં પુનરાવર્તન)
આપણે હવે બીજો કર્મગ્રંથ “કર્મસ્તવ” શરૂ કરીએ છીએ, તેમાં પ્રથમ કર્મગ્રંથમાં આવેલ વિષય અત્યન્ત કંઠસ્થ હોવો જરૂરી છે. કારણ કે તેના ઉપર જ બીજા-ત્રીજા આદિ કર્મગ્રંથોની રચના છે. તેથી સંક્ષેપમાં આપણે પ્રથમ કર્મગ્રંથ સંભાળી જઈએ. જે મુખપાઠ ન હોય તો મુખપાઠ કરી લેવો ખાસ જરૂરી છે.
મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓ દ્વારા આત્માની સાથે કામણવર્ગણાનું ક્ષીર-નીરની જેમ અથવા લોહાગ્નિની જેમ એકમેક થઈ જવું, તેનું કર્મરૂપે રૂપાન્તર થવું તે કર્મ કહેવાય છે તે ચાર પ્રકારે બંધાય છે. (૧) જ્ઞાનાદિ ગુણને ઢાંકવાનો સ્વભાવ તે પ્રતિબંધ. (૨) બંધાયેલ કર્મ આત્મા સાથે કેટલો ટાઈમ રહેશે ? તેના કાલમાપનું
નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) કર્મોના પાવરનું-જુસ્સાનું નક્કી થયું તે રસબંધ. (૪) કર્મોના પ્રદેશોનું પ્રમાણ નક્કી થયું તે પ્રદેશબંધ.
કર્મના આઠ ભેદ છે. તેના પ્રતિભેદો ૧૨૦૧૨૨૧૪૮ અને ૧૫૮ છે. તે આ પ્રમાણે -
(૧) જ્ઞાનાવરણીય કર્મ - આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરનાર જે કર્મ છે. તેના પાંચ ભેદો છે. જ્ઞાનના ભેદો પાંચ છે માટે જ્ઞાનાવરણીય કર્મના પણ પાંચ ભેદો છે.
(૧) મતિજ્ઞાનાવરણીય કર્મ. (૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ. (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ (૫) કેવલજ્ઞાનાવરણીય કર્મ. . (૨) દર્શનાવરણીય કર્મ : વિષયને સામાન્યપણે જાણવું તે દર્શન તેને આવરણ કરનારૂં જે કર્મ તે દર્શનાવરણીય કર્મ. તેના ૪૧૫ = કુલ ૯ ભેદ છે. (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન. (૪) કેવલદર્શન, આ ચાર આત્મગુણોને ઢાંકનારાં જે કર્મો તે ચાર દર્શનાવરણીય કર્મ. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org