Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કસ્તવ હવે બીજાગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે ? તે જણાવે છે.
नरयतिग जाइथावर, चउ हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलंतो इगहियसय, सासणि तिरिथीणदुहगतिगं ॥ ४॥ (नरकत्रिकजातिस्थावरचतुष्क-हुंडकातपछेदस्पृष्टनपुंमिथ्यात्वम् ।
षोडशान्त एकाधिकशतं, सास्वादने तिर्यग्स्त्यानर्द्धिदुर्भगत्रिकम् )
શબ્દાર્થ- નરતિ = નરકત્રિક, નારંથાવર૩= જાતિચતુષ્ક અને સ્થાવર ચતુષ્ક, હુંડી= હુંડક અને આતપ, જીવટુંક છેવટુંસંઘયણ, નપુfમજી = નપુંસકવેદ, મિથ્યાત્વ, સોતંત = આ સોળ પ્રકૃતિઓનો અંત થાય છે. રૂદિય= એક અધિક સો, સાસ= સાસ્વાદન ગુણઠાણે, આંતરિ= તિર્યંચત્રિાક, થUT = થીણદ્વિત્રિક, તુતિ દૌર્ભાગ્યત્રિક.
ગાથાર્થ- નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હુંડક, આતપ, છેવટું સંઘયણ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, આ સોળ પ્રકૃતિઓને પહેલે ગુણઠાણે અંત થતાં સાસ્વાદને ૧૦૧ બંધાય છે. ત્યાં બીજાના છેડે તિર્યચત્રિક, થીણદ્વિત્રિક, દૌર્ભાગ્યત્રિક તથા. || ૪ ||
વિવેચન- નરકગતિ-નરકાનુપૂર્વી-નરકાયુષ્ય એમ નરકત્રિક, એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય એમ ચાર જાતિ, સ્થાવર-સૂક્ષ્મઅપર્યાપ્ત-સાધારણ એમ સ્થાવરચતુષ્ક, હુંડક-આતપ-છેવટું, નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એમ કુલ ૧૬ પ્રકૃતિઓનો પહેલા ગુણસ્થાનકે બંધને આશ્રયી અંત (વિનાશ) થાય છે જેથી સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ બંધાય છે. અહીં મૂળગાથામાં “નારૂથાવરવડ' માં જે ૨૩ શબ્દ છે તે જાતિ અને સ્થાવર એમ બન્નેમાં જોડવાનો છે. તથા સર્જાતી માં જે અંત (વિનાશ) શબ્દ છે તેનો અર્થ ‘તત્ર માવ ૩રત્રામાવ:' તે ગુણસ્થાનકે બંધાય છે તે પછીના ગુણસ્થાનકમાં બંધાતી નથી. એમ અર્થ જાણવો. હવે પછી પણ જે પ્રકૃતિનો જ્યાં જ્યાં બંધવિચ્છેદ કહેવાય, તેનો અર્થ તે ગુણસ્થાનકે બંધાય પરંતુ પછીના ગુણસ્થાનકોમાં ન બંધાય એવો કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org