Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ
૭પ
ગુણસ્થાનક વાર બંધ ૧૨૦માંથી તીર્થંકર નામકર્મ અને આહારદ્રિક (શરીર અને અંગોપાંગ) એમ ત્રણ વિના શેષ ૧૧૭ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વગુણસ્થાનકે બંધાય છે. સામાન્યથી તીર્થંકરનામકર્મ સમ્યત્વ હોય ત્યારે જ બંધાય છે. અને આહારદ્ધિક સંયમ હોય ત્યારે જ બંધાય છે મિથ્યાત્વગુણસ્થાનકે સમ્યક્ત કે (ભાવથી) સંયમ નથી માટે આ ત્રણ પ્રકૃતિઓ બંધાતી નથી. જો કે કોઇ કોઇ પુસ્તકોમાં તીર્થંકરનામકર્મનો બંધ સમ્યકત્વના નિમિત્તથી અને આહારદ્ધિકને બંધ સંયમના નિમિત્તથી થાય છે એમ લખેલ છે. પરંતુ સમ્યકત્વ અને સંયમ તો આત્માના ગુણ છે. અને ગુણો એ કર્મબંધનું કારણ બનતા નથી, પરંતુ કર્મક્ષયનું કારણ બને છે. જો ગુણો કર્મબંધનું કારણ હોય તો મોક્ષગત આત્માને ઘણાં જ કર્મો બંધાય માટે દોષો જુ કર્મબંધનું કારણ છે. વળી કર્મબંધના હતુઓમાં પણ મિથ્યાત્વઅવિરતિ-કષાય-પ્રમાદ-અને યોગ એમ ૪પ કારણો જ આવે છે. તે બંધહેતુઓમાં ગુણો કહ્યા જ નથી. માટે તીર્થકરનામકર્મ અને આહારકઠિકના બંધનો હેતુ પણ આ પાંચ હેતુઓમાંથી કષાય જ કારણ છે. માત્ર સાંસારિક ભાવોનો રાગ-દ્વેષ હોય તો “અપ્રશસ્તકષાય” કહેવાય છે અને આત્મામાં ગુણ લાવવા માટે જ (આત્મવિકાસવર્ધક જ) રાગ-દ્વેષ કરાયા હોય તો તે ઉપચારથી પ્રશસ્તકષાય કહેવાય છે. તે જ કંઇક શુભ હોવાથી તીર્થંકર નામકર્મ અને આહારકટિકના બંધહેતુ બને છે. સર્વ સંસારીજીવોને જિનેશ્વર પરમાત્માના ધર્મના રાગી બનાવવાની પરમ પરોપકાર કરવાની ભાવકરુણા-લાગણી એ જિનનામના બંધનો હેતુ બને છે. છતાં આવી ભાવકરુણા સમ્યકત્વ હોતે છતે આવે છે. કારણ કે મિથ્યાત્વઅવસ્થામાં પોતાને જ જયાં વીતરાગધર્મ રૂસ્યા નથી તે બીજાને આપવાની કરૂણા ક્યાંથી આવે ? માટે આવી ભાવ કરુણા સમ્યકત્વકાળ જ આવે છે તેથી જિનનામના બંધનો હેતુ સમ્યકત્વ કહ્યો છે. વસ્તુત: ભાવકરુણા રૂપ પ્રશસ્ત કપાય જ જિનનામના બંધનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org