________________
૧૦૬
દ્વિતીય કર્મગ્રંથ
સુભાષિત
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु ।। आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥ ४-३ ॥
પુણ્ય-પાપકર્મના ઉદયજન્યસુખ-દુઃખના ભાવોમાં જે આત્મા મુંઝાતો નથી તે આત્મા કાદવથી જેમ આકાશ ન લેવાય તેમ પાપકર્મોથી લપાતો નથી.
मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव सुकरः । . ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥ ५-१ ॥
ભુંડ જેમ વિષ્ટામાં આનંદ માને છે, તેમ અજ્ઞાની પુરુષ અજ્ઞાનમાં આનંદ માને છે. પરંતુ હંસ જેમ માનસ સરોવ્રરમાં આનંદ માને છે તેમ જ્ઞાનીપુરુષ જ્ઞાનમાં આનંદ પામે છે.
स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ॥ ५-३ ॥
આત્માની સ્વભાવદશાના લાભારૂપ સંસ્કારનું જે જ્ઞાન કારણ બને તે જ જ્ઞાન કહેવાય છે. તે વિના શેષ જ્ઞાન બુદ્ધિની અંધતા માત્ર જ છે. એમ મહાત્મા પુરુષે કહ્યું છે.
बिभेषि यदि संसारात् - मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥ ७-१ ॥
હે આત્મા ! જો તું સંસારથી ડરતો હોય અને મોક્ષપ્રાપ્તિને ઇચ્છતો હોય તો ઇન્દ્રિયોનો વિજય કરવા માટે વિશાળ પુરુષાર્થ ફોરવ.
परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् ।। एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ १२-८ ॥
પરવસ્તુની સ્પૃહા એ જ મોટું દુઃખ છે અને સ્પૃહારહિતતા એ જ મોટું સુખ છે. સુખ અને દુઃખનું સંક્ષેપમાં મહાત્મા પુરુષોએ આ જ લક્ષણ કહ્યું છે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org