Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કસ્તવ
૧૦૯ ૫૫ માંથી ૧૪ જાય તો ૪૧ નો ઉદય થવો જોઇએ પરંતુ તેમા ગુણઠાણે તીર્થંકર ભગવન્તો કેવળજ્ઞાન પામે છે ત્યારે તીર્થકરનામ કર્મનો ઉદય શરૂ થાય છે. જે આગળની ગાથામાં કહેવામાં આવશે, તે ઉમેરતાં કુલ ૪૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. આ ૪રમાં ઘાતકર્મ ચારે નાશ પામેલ હોવાથી માત્ર ચાર અઘાતીનો જ ઉદય હોય છે. વેદનીય ૨, આયુષ્ય ૧, નામકર્મ ૩૮, અને ગોત્રકમ ૧ એમ ૪૨ નો ઉદય તેરમે ગુણઠાણે હોય છે. જે ર૦ ||
तित्थुदया उरलाथिर-खगइदुग-परित्ततिग-छ-संठाणा । अगुरुलहुवन्नचउ-निमिण-तेयकम्माइसंघयणं ॥ २१ ॥ (तीर्थोदयादौदारिकास्थिरखगतिविकप्रत्येकत्रिकषट्संस्थानानि । अगुरुलघुवर्णचतुष्क-निर्माणतेजः कर्मादि संहननम्)
શબ્દાર્થ= તિસ્થય = તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી, ૩રત્નાથાદુ = ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પરિતિક =પ્રત્યેકત્રિક, સંતાપ = છ સંસ્થાન,મયુરધુવન૩ = અગુરુલઘુચતુષ્ક અને વર્ણ ચતુષ્ક, નિખ = નિમાર્ણનામકર્મ, તૈયારૂäથયાં = તૈજસ-કાર્પણ અને પ્રથમસંઘયણ.
ગાથાર્થ તીર્થકર નામકર્મનો ઉદય ઉમેરવાથી તેરમે ૪રનો ઉદય થાય છે. તેરમાના ચરમ સમયે ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પ્રત્યકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ તેજસ, કાર્મણ, તથા પ્રથમ સંઘયણ વગેરે આગળની ગાથામાં જણાવે છે તે સાથે ૩૦ નો ઉદયવિચ્છેદ થાય છે). | ૨૧ ||
વિવેચન- બારમા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ અંતરાય પાંચ અને દર્શનાવરણીય ૪ એમ કુલ ૧૪ નો ઉદયવિચ્છેદ થાય છે પરંતુ તીર્થંકર નામકર્મને ઉદય (તીર્થકર ભગવત્તાના આત્માને) શરૂ થાય છે માટે ૧૪ ઓછી કરતાં અને એક ઉમેરતાં તેરમે ગુણઠાણે કુલ ૪ર પ્રકૃતિઓનો ઉદય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org