________________
૧૪૨
દ્વિતીય કર્મગ્રંથ હોયછે.) તથા ચારે ગતિના અનેકજીવોને સાથે વિચારીએ તો ચારે આયુષ્યની પણ સત્તા સમૂહને આશ્રયી ગણાય છે. પરંતુ આ સત્તા સમૂહ આશ્રિત હોવાથી સત્તાસ્થાનક કહેવાતું નથી.
(૩)નામકર્મમાં પહેલા ગુણઠાણે જિનનામકર્મ અને આહારકચતુષ્ક (આહા૨કશરીર-અંગોપાંગ-બંધન અને સંઘાતન)ની સત્તા જુદી જુદી હોય છે. કારણકે ચોથે ગુણઠાણે જઇ જિનનામ કર્મ બાંધી ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો બદ્ધનરકાયુષ્ય યુક્ત જીવ નરકમાં જતાં મિથ્યાત્વે આવે છે, માટે જિનનામની સત્તા પણ પહેલે ગુણઠાણે હોઇ શકે છે. તથા સાતમે ગુણઠાણે જઇ આહારક ચતુષ્ક બાંધી પડીને પહેલા ગુણઠાણે જીવ આવી શકે છે. તેને આશ્રયી આહારક ચતુષ્કની સત્તા પણ હોઇ શકે છે. પરંતુ એટલી ખાસ વિશેષતા છે કે જિનનામ તથા આહારક ચતુષ્ક આ બન્નેની જે જીવને સત્તા હોય છે તે જીવ પહેલા ગુણઠાણે આવતો નથી. પાંચમા કર્મગ્રંથમાં કહ્યું છે કે ‘‘નોમયસંતે મિન્હો'' (ગાથા-૧૨).તેથી નામકર્મની જે ૯૩પ્રકૃતિઓ છે. તેમાંથી એક જીવ આશ્રયી જિનનામ વિના ૯૨ની સત્તા હોઇ શકે છે. આહારક ચતુષ્ક વિના અને જિનનામ સહિત ૮૯ ની સત્તા હોઇ શકે છે. અને આ પાંચે પ્રકૃતિ જેઓએ બાંધી નથી તેઓને તે પાંચ વિના ૮૮ ની સત્તા હોઇ શકે છે.
જે જીવો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જાય છે તે જીવો નરકદ્ધિકદેવદ્વિક-અને વૈક્રિય ચતુષ્ક એમ કુલ ૮ પ્રકૃતિઓની (વૈક્રિયાષ્ટકની) ઉલના કરે છે. તેમાંથી એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગયે છતે પ્રથમ દેવદ્વિકની જ ઉલના પૂર્ણ થાય છે. પછી પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ ગયે છતે શેષ ૬ ની ઉલના પૂર્ણ થાય છે. તેથી ૮૮ માંથી દેવદ્વિકની ઉલના થવાથી ૮૬ અને શેષ ૬ ની ઉલના થવાથી ૮૦ ની સત્તા હોય છે. (જુઓ કમ્મપયડિ, સંક્રમણકરણ ગાથા-૬૬)
તે ૮૦ ની સત્તા વાળો જીવ જ્યારે તેઉકાય અથવા વાઉકાયમાં જાય છે ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળવડે મનુષ્યદ્વિકની પણ ઉદ્ભવલના કરે છે. તેથી ૮૦ માંથી મનુષ્યતિક બાદ કરતાં ૭૮ ની પણ સત્તા હોય છે. આ પ્રમાણે કુલ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ એમ છ પ્રકારની સત્તા હોય છે.
(૪) ગોત્રકર્મમાં સામાન્યથી બન્ને ગોત્રકર્મ વારાફરતી બંધાતાં હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org