Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 164
________________ કર્મસ્તવ ૧૬૩ (૧૪) પ્રશ્ન- ચૌદ ગુણસ્થાનકોમાં જઘન્યથી પણ અંતર્મુહૂર્ત જ કાળ હોય તેથી ઓછો કાળ જેનો ન હોય એવાં ગુણસ્થાનકો કેટલાં? ઉત્તર- પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, બારમું, તેરમું, અને ચૌદમું એમ કુલ છ ગુણસ્થાનકો એવાં છે કે જેનો કાળ જધન્યથી પણ અંતર્મુહૂર્ત જ છે. બાકીનાં સાત ગુણસ્થાનકોનો જઘન્યથી કાળ ૧ સમય છે. (૧૫) પ્રશ્ન- વધુમાં વધુ અંતર્મુહૂર્ત જ કાળ હોય એવાં ગુણસ્થાનકો કેટલાં અને ક્યાં કયાં? ઉત્તર- બીજું, ત્રીજું, છઠ્ઠ, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું, બારમું, અને ચૌદમું, એમ કુલ ૧૦ ગુણસ્થાનકોનો કાળ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે. પહેલું, ચોથું, પાંચમું, અને તેરમું એમ ચારનો કાળ અધિક છે.. (૧૬) પ્રશ્ન- કયું કયું ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જઇ શકે ? ઉત્તર- માત્ર પહેલું-બીજું અને ચોથું એમ ત્રણ જ ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જાય છે. શેષ ગુણસ્થાનકો લઇને જવાતું નથી. (૧૭) પ્રશ્ન- કયા કયા ગુણસ્થાનકોમાં જીવ મૃત્યુ પામી શકે છે? ઉત્તર- ત્રીજા-બારમા અને તેરમા વિના સર્વગુણસ્થાનકોમાં જીવ મૃત્યુ પામી શકે છે પરંતુ ૮ થી ૧૧ ગુણસ્થાનોમાં માત્ર ઉપશમશ્રેણીમાં જ મૃત્યુ સંભવી શકે છે, ક્ષપકશ્રેણિમાં નહિં. (૧૮) પ્રશ્ન- ઉપશમાદિ ત્રણે સમ્યક્ત્વો કયા કયા ગુણસ્થાનકો સુધી હોય છે ? ઉત્તર- ઉપશમ સમ્યક્ત્વ ચારથી અગિયાર સુધી, ક્ષયોપશમ સમ્યક્ત્વ ચારથી સાત સુધી, અને ક્ષાયિક સમ્યક્ત્વ ચારથી ચૌદ ગુણસ્થાનકો સુધી હોય છે. (૧૯) પ્રશ્ન- વ્રતોના જાણે આદરે અને પાલે ના ૮ ભાંગામાં વર્તતો જીવ કયા કયા ગુણસ્થાનક વાળો કહેવાય ? તેનું કારણ શું? ઉત્તર- પ્રથમના ચાર ભાંગે મિથ્યાદૃષ્ટિ, પાંચ-છ-સાત ભાંગે અવિરત સમ્યગ્દષ્ટિ અને છેલ્લા ભાંગે દેશવિરત તથા પ્રમત્તસંયતાદિ કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180