________________
દ્વિતીય કર્મગ્રંથ હોવી જોઇએ. પરંતુ ગ્રંથકારે આ પ્રમાણે કેમ કહ્યું તે બરાબર સમજાતું નથી, વળી છેલ્લી ગાથામાં પોતે જ આ વાત અન્ય આચાર્યોના મતના નામે ખુલ્લી કરે જ છે. માટે પોતાના હૃદયમાં કોઇ જુદી વિવક્ષા હશે પરંતુ તથાવિધ ગુરુગમના અભાવથી કારણ જાણવા મળતું નથી.
(૪૮) પ્રશ્ન
આ ગ્રંથ કોણે બનાવ્યો ? તથા તેમણે બીજા ક્યા ક્યા ગ્રંથો બનાવ્યા છે ?
૧૭૨
ઉત્તર- શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.શ્રીએ આ ગ્રંથ બનાવ્યો છે. તેઓએ કુલ ૫ કર્મગ્રંથ, ૩ ભાષ્ય, શ્રાદ્ધદિન કૃત્ય વૃત્તિ, સિદ્ધપંચાશિકાવૃત્તિ, સુદર્શનાચરિત્ર, સિદ્ધદંડિકા, આદિ અન્ય ગ્રંથો પણ ઘણા બનાવ્યા છે.
(૪૯) પ્રશ્ન- આ કર્મગ્રંથ વિના શું જુના બીજા કર્મગ્રંથો છે ?
ઉત્તર- હા, જુના પણ ૫ કર્મગ્રંથો છે અને તે જુદા જુદા કર્તાના
બનાવેલા છે. જે અમે પ્રથમ કર્મગ્રંથની પ્રસ્તાવનામાં લખેલ છે. (૫૦) પ્રશ્ન- જિનનામકર્મ બાંધનાર જીવ જિનનામ બાંધ્યા પછી બીજેત્રીજે ગુણઠાણે જેમ જતો નથી તેમજ આહારકદ્ધિક બાંધ્યા પછી કયા ગુણઠાણે ન જઇ શકે ?
ઉત્તર- સાતમે-આઠમે આહારકદ્ધિક બાંધનાર જીવ ત્યાં બાંધીને પડીને નીચેનાં સાતે ગુણઠાણે જઇ શકે છે અને ચડીને ઉપરનાં પણ સાતે ગુણઠાણાઓમાં જઇ શકે છે. અર્થાત્ ચૌદે ગુણસ્થાનકે જઇ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org