________________
કર્મસ્તવ
૧૭૧ (૪૫) પ્રશ્ન- નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય બાંધ્યા પછી ઉપશમશ્રેણીમાં
આરોહણ થતું જ નથી તો પછી ૧૧ મા સુધી ૧૪૮ ની સત્તા કેમ ઘટે ? ઉત્તર- વાસ્તવિકપણે ન જ ઘટે અને સત્તા હોતી પણ નથી જ. પરંતુ અહીંથી ઉતરીને પડીને પહેલે ગુણઠાણે ગયા પછી બાંધવાનો સંભવ છે. માટે રાજાના પુત્રને જેમ ભાવિમાં રાજા થનાર હોવાથી વર્તમાનમાં પણ રાજા કહેવાય. તેમ સંભવસત્તાને આશ્રયી આ સામાન્ય વચન છે. વાસ્તવિકપણે ૧૪૬ થી વધારે
સત્તા એકજીવમાં ન જ હોય. (૪૬) પ્રશ્ન- સત્તાવીસમી ગાથામાં “વવ! તુ પપ્પ રવિ '' માં ત્રણ
આયુષ્યની સત્તા વિના ૧૪પની સત્તા ક્ષપકને આશ્રયી ૪ થી ૦ માં બતાવી છે ત્યાં ક્ષપક આંઠમાંથી કહેવાય છે. ચોથાથી કેમ કહ્યો ? ઉત્તર- આ મનુષ્યભવમાં આવેલો જે જીવ ચોથે છે પરંતુ નિયમા આ ભવમાં ક્ષપકશ્રેણી માંગવાનો જ છે તે જીવને અહીં ક્ષપક કહેલ છે. તથા તે જીવ તે તે ભવો પૂર્ણ કરીને અહીં આવેલા છે એટલે તે તે ભવનું ત્રણેય પ્રકારનું આયુષ્ય તે તે ભવમાં સમાપ્ત કરીને આવેલ હોવાથી આ જીવને સત્તામાં નથી. કારણકે નિયમા મોક્ષે જવાનું છે, માટે ક્ષપકશ્રેણી માંડનારા જીવને ચોથા ગુણઠાણાથી ત્રણ આયુષ્ય વિના ૧૪૫ ની જ સત્તા હોય છે. અને નજીકના કાળમાં જ ક્ષપક થવાનો હોવાથી ચોથાથી પણ ક્ષપક કહેવાય છે. તથા તભવ મોક્ષગામિ મિથ્યાત્વી જીવને ત્રણ
આયુષ્ય અને જિનનામ, વિના ૧૪૪ની સત્તા હોઇ શકે છે. (૪૦) પ્રશ્ન- “મનુષ્યાનુપૂર્વી'' ચૌદમાં ગુણઠાણાના ચરમસમયે અનુય.
વાળી છે અને અનુષ્યવાળાની સત્તા દ્વિચરમ સમયે જવી જ જોઇએ. કારણ કે સ્તિબૂકસંક્રમથી પરમાં તે પ્રકૃતિ ચાલી જાય છે. તો અહીં તેની સત્તા કેમ કહીં ? ઉત્તર- થવું તો તેમ જ જોઇએ. ૦૨ ને બદલે ૦૩ની જ સત્તાનો નાશ થવો જોઇએ. અને ચરમસમયે ૧૩ને બદલે ૧રની જ સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org