Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કસ્તવ
૧૬૯ (૩૮) પ્રશ્ન- સાતમે ગુણઠાણે આહારક શરીર-અંગોપાંગનો ઉદય ન
હોય એમ ૧૦મી ગાથામાં કહ્યું છે. પરંતુ ભગવાનની અદ્ધિ જોવા માટે કે પ્રશ્નો પૂછવા માટે જતા ચૌદપૂર્વધર મુનિને શું પ્રમાદ દશા હોય ? આટલી ઉંચી સ્થિતિમાં પ્રમાદ કેવો ? ઉત્તર- એક શરીરમાંથી બીજા શરીરની રચના કરવી એ જ પ્રમાદ છે. ભલે આશય સારો છે પરંતુ સ્વાધ્યાય મગ્ન આત્માઓને આશ્રયી આ
ગમનાગમન પણ સ્થિરતામાં વ્યાઘાતક હોવાથી પ્રમાદ છે. (૩૯) પ્રશ્ન- જો વિરતિ એ ગુણ છે તેથી તેના પ્રભાવે દર્ભાગ્ય-અનાદેય
અને અપયશનો ઉદય ચોથે અટકી જ જાય છે તો પછી નીચગોત્રનો ઉદય પણ ચોથે જ અટકવો જોઇએ. પાંચમે કેમ
અટકે છે ? ઉત્તર- તિર્યંચગતિના જીવોમાં નીચગોત્રનો ઉદય ભવસ્વભાવે જ ધુવોદયી
છે માટે વિરતિગુણ અંશથી આવવા છતાં ભવસ્વભાવની પ્રબલતાએ નીચનો જ ઉદય ચાલુ રહે છે. માટે નીચનો ઉદય
પાંચમે હોઇ શકે છે.. (૪૦) પ્રશ્ન- ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ માં પ્રથમનાં ત્રણ સંદાયણનો
ઉદય હોય છે એમ ગાથા ૧૮-૧૯માં જણાવો છો. અને શાસ્ત્રોમાં ઉપશમથી મૃત્યુ પામી પડીને અનુત્તરમાં (સર્વાર્થસિદ્ધમાં)જ જાય. એમ કહેલ છે. તો બીજા-ત્રીજા સંઘયણવાળા અનુત્તર વિમાનમાં
કેમ જાય ? ઉત્તર- ઉપશમશ્રેણીમાં ત્રણ સંઘયણનો ઉદય ગાથામાં જણાવ્યો છે,
તેનાથી એવું સમજવું કે જે અનુત્તરમાં જ જાય છે તે પ્રથમ સંઘયણ વાળા જ હોય છે અને બીજા-ત્રીજા સંઘયણવાળા જીવો જો મરે તો મરીને શેષ વૈમાનિકમાં જ જાય છે. અથવા એમ પણ સંભાવના કરાય કે ઉપશમશ્રેણીમાં જે મૃત્યુ પામે તે પ્રથમ સંઘયણી જ હોય અને અનુત્તરમાં જ જાય, પરંતુ બીજા-ત્રીજા સંઘયણવાળા મૃત્યુ ન જ પામે, પરંતુ આરોહણની જેમ અવરોહણ માત્ર જ પામે. તથા ઉપશમ શ્રેણિમાં મૂત્યુ પામનાર વૈમાનિકદેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org