________________
૧૬૮
દ્વિતીય કર્મગ્રંથ ઉત્તર- પ૬નો બંધ લાંબો કાળ ચાલે છે અને પ૮-૨૬નો બંધ
અલ્પકાળ જ ચાલે છે. તે સમજાવવા વધારે ભાગ પાડ્યા છે. (૩૫) પ્રશ્ન- જે કર્મ આત્માએ બાંધ્યું હોય તે જ ઉદયમાં આવે.
સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ આ જીવે બાંધ્યાં જ નથી (કારણકે બંધમાં નથી. ૧૨૦ જ છે) તો પછી તે બેનો. ઉદય થાય છે અને ઉદયમાં ૧૨૨ છે એવું કથન યુક્તિસંગતા કેમ થાય ? ઉત્તર- સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય નથી બંધાતી એમ નહીં, પરંતુ પોતાના રૂપે નથી બંધાતી. આ બન્ને પ્રકૃતિઓ પણ પ્રથમ મિથ્યાત્વ મોહનીય રૂપે આ જીવે બાંધેલી જ છે. ફક્ત બંધાય ત્યારે મિથ્યાત્વ રૂપે જ બંધાય છે. પછીથી હરસવાળી કરીને મિશ્ર અને સમ્યકત્વ મોહનીય રૂપે પરિવર્તિત કરાય છે. માટે સર્વથા બંધાયા વિના અધૂરથી ટપકીને આ પ્રકૃતિઓ જીવને
ઉદયમાં આવતી નથી. પરંતુ મિથ્યાત્વરૂપે તો બંધાઇ જ છે. (૩૬) પ્રશ્ન- ત્રીજે ગુણઠાણે આનુપૂર્વીનો ઉદય કેમ હોતો નથી ?
ઉત્તર- ત્રીજે ગુણઠાણે જીવ મૃત્યુ પામતો નથી, મૃત્યુ વિના ભવાન્તરના ગમનરૂપ વિગ્રહગતિ હોતી નથી, વિગ્રહ વિના વક્રા હોતી નથી અને આનુપૂર્વીનો ઉદય વક્રગતિમાં જ આવે છે. માટે
ત્રીજે ગુણઠાણે આનુપૂર્વીનો ઉદય નથી. (30) પ્રશ્ન- પાંચમે-છદ્દે ગુણઠાણે અંબડ અને વિષ્ણુકુમાર મુનિ
આદિની જેમ લબ્ધિધારી જીવો વેક્રિય શરીર બનાવે છે, તેથી વેક્રિયશરીર અને અંગોપાંગનો ઉદય પાંચમે-છઠું હોઇ શકે છે તે અહીં કેમ ન કહ્યો. ચોથે ગુણઠાણે ઉદય અટકી જાય છે એમ કેમ કહ્યું ? ઉત્તર- પાંચમે-છદ્દે ગુણઠાણે વૈક્રિય શરીર લબ્ધિપ્રત્યયિક અર્થાત ગુણ નિમિત્તક છે અને અહીં ઉદયાધિકારમાં ભવપ્રત્યયિક વક્રિયની જ સર્વત્ર વિવક્ષા કરેલી છે. લબ્ધિ પ્રત્યયિક વેક્રિયનો ઉદય પાંચમે-છઠું હોઇ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org