Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 167
________________ ૧૬૬ દ્વિતીય કર્મગ્રંથ ઉત્તર- ક્ષપક-ક્ષપકના સરખા હોય છે. ઉપશમક-ઉપશમકના સરખા હોય છે અને પતિત થતાના માંહે માંહે સરખા. અધ્યવસાયો હોય છે એમ સમજવું. (૨૮) પ્રશ્ન- ક્ષાયિકસમ્યકત્વી જીવ ઉપશમશ્રેણી શા માટે માંડતો હશે? તથા ક્ષાયિક હોતે છતે પણ જેમ ઉપશમશ્રેણિ મંડાય છે તેમ ઉપશમ હોતે છતે ક્ષપકશ્રેણી મંડાય કે નહિ ? ઉત્તર- ક્ષાયિક સમ્યકત્વી ક્ષપકશ્રેણી જ માંડે, ઉપશમશ્રેણી ન માંડે, પરંતુ જો બદ્ધાયુ હોય તો ક્ષપકશ્રેણી માંડવાની નથી. કારણકે ક્ષપકશ્રેણી પૂર્ણ થાય એટલે કેવળ જ્ઞાન થાય, અને કેવળી થયેલો આત્મા મોક્ષે જ જાય, પરભવમાં ન જાય. માટે આવા બદ્ધાયુ જીવો. ક્ષપકશ્રેણી ન માંડવાની હોવાથી ઉપશમશ્રેણી માંડે છે. ઉપશમાં સખ્યત્વી જીવ ક્ષપકશ્રેણી ન જ માંડે, કારણ કે અંદર મોહ દબાવ્યો હોય તો કેવળજ્ઞાન અને મોક્ષ થતાં નથી. (૨૯) પ્રશ્ન- ચોદે ગુણસ્થાનકો એક જીવને સંસારચક્રમાં કેટલીવાર આવી શકે છે ? ઉત્તર- પહેલું ગુણસ્થાનક અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. બીજું ગુણસ્થાનક ઉપશમના આધારે સામાન્યથી જાતિની અપેક્ષાએ પાંચ વાર આવી શકે છે. ત્રીજાથી સાતમા સુધીનાં ગુણસ્થાનકો અસંખ્યાતી વાર આવી શકે છે. ૮ થી ૧૦ ગુણસ્થાનકો નવ વાર આવી શકે છે. ચારવાર ઉપશમ શ્રેણીએ ચડતાં, ચાર વાર ઉપશમશ્રેણીથી પડતાં , અને એકવાર ક્ષપકશ્રેણીમાં. ૧૧મું ગુણસ્થાનક માત્ર ચારવાર જ આવી શકે છે. ૧૨-૧૩-૧૪ મું ગુણસ્થાનક એકજીવને એકવાર જ આવે છે. (૩૦) પ્રશ્ન- ધ્યાન એટલે મનની એકાગ્રતા-સ્થિરતા, વિચારોમાં ઓતપ્રોત બનવું તે. કેવલીને તેરમાના છેડે અને ચૌદમે મન નથી તો ધ્યાન કેવી રીતે સંભવે ? ઉત્તર- તેરમાના છેડે અને ચૌદમે ગુણઠાણે “મનની સ્થિરતા'' એ અર્થવાળું ધ્યાન ન સમજવું. પરંતુ “આત્મપ્રદેશોની સ્થિરતા ' એ અર્થવાળું ધ્યાન સમજવું. તેમાં પણ ચૌદમે સર્વથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180