Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 165
________________ દ્વિતીય કર્મગ્રંથ છે. કારણકે પ્રથમના ચાર ભાંગામાં અજ્ઞાની છે. પાછળના ત્રણ ભાંગામાં જ્ઞાની છે અને છેલ્લા ભાંગામાં વ્રતધારી પણ છે. (૨૦) પ્રશ્ન- પૌદ્ગલિક અને અપૌદ્ગલિક સમ્યક્ત્વ એટલે શું ? ઉત્તર- જ્યાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય છે ત્યાં પુદ્ગલવેદન હોવાથી પૌદ્ગલિક કહેવાય છે. અને જ્યાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય નથી તે અપૌદ્ગલિક કહેવાય છે. ઉપશમ-ક્ષાયિક-અને સાસ્વાદન આ ત્રણ અપૌદ્ગલિક છે કારણકે ત્યાં સમ્યક્ત્વ મોહનીયનું વેદન નથી. અને ક્ષયોપશમ તથા વેદક સમ્યક્ત્વ પૌદ્ગલિક છે. કારણકે ત્યાં સમ્યક્ત્વ મોહનીયનું વેદન છે. (૨૧) પ્રશ્ન શુદ્ધ અને અશુદ્ધ (પૌદ્ગલિક-અપૌદ્ગલિક) કોને કહેવાય છે? ૧૬૪ ઉત્તર- જ્યાં સમ્યક્ત્વ મોહનીયની સત્તા પણ નથી તે શુદ્ધ, અને સત્તા છે તે અશુદ્ધ, માત્ર ક્ષાયિક શુદ્ધ, શેષ ચારે અશુદ્ધ કહેવાય છે. (૨૨) પ્રશ્ન- ત્રણ અનુમતિ કઇ ? તેના અર્થો શું ? ક્યાં સુધી દેશવિરતિ કહેવાય ? ઉત્તર- પ્રતિસેવનાનુમતિ, પ્રતિશ્રવણાનુમતિ, સંવાસાંનુમતિ, તેના અર્થો આ પ્રમાણે- પોતાના અને પરના માટે કરાયેલા ભોજન આદિનો ઉપયોગ કરે તે પ્રતિસેવનાનુમતિ, માત્ર કુટુંબની વાત સાંભળે અને વાત કરે તથા તેમાં રસ ધરાવે તે પ્રતિશ્રવણાનુમતિ, કુટુંબમાં મમત્વ માત્ર જ રાખે, તે સંવાસાનુમતિ. દેશવિરતિ શ્રાવક-શ્રાવિકા પ્રથમની બે અનુમતિ ત્યજી શકે છે પરંતુ સંવાસાનુમતિ, ત્યજી શકતા નથી, જો સંવાસાનુમતિ છુટી જાય તો સર્વવિરતિ પામે. (૨૩) પ્રશ્ન- પ્રમત્ત-અપ્રમત્તનો ભિન્ન ભિન્ન કાળ કેટલો અને સાથે કાળ કેટલો? અને ઉત્કૃષ્ટથી ઉત્તર- ભિન્ન ભિન્ન કાળ જઘન્યથી ૧ સમય, અંતર્મુહૂર્ત છે. પરંતુ બન્નેનો સાથે કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180