Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 163
________________ ૧૬ ૨ દ્વિતીય કર્મગ્રંથ (૧૦) પ્રશ્ન- એક રસઘાતમાં સ્થિતિઘાતો કેટલા થાય ? ઉત્તર- એક રસઘાતમાં સ્થિતિઘાતો થતા નથી. પરંતુ એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થાય છે. સ્થિતિઘાતનું અંતર્મુહૂર્તી મોટું છે અને રસઘાતનું અંતર્મુહૂર્ત નાનું છે. હજારો સ્થિતિઘાતો એક અપૂર્વકરણમાં થાય છે. (૧૧) પ્રશ્ન- દ્વિતીયસ્થિતિનો ઉપશમ કરે એટલે શું કરે ? ઉત્તર- બીજી સ્થિતિમાં દલિકો જે ઉદીરણા અને અપવર્નના વડે વહેલાં પણ ઉદયમાં આવી શકે તેમ હતાં, તેને ત્યાં જ એવાં દબાવી નાખે કે જે વહેલાં ઉદયમાં ન આવે તે ઉપશમ કહેવાય છે. ઉદયમાં આવેલાને હીન રસવાળાં કરીને ભોગવવાં અને અનુદિતની વર્તમાનકાળમાં ઉદયમાં આવવાની યોગ્યતાને ટાળવી તેને ક્ષયોપશમ કહેવાય છે. (૧૨) પ્રશ્ન- ઉપશમ સમ્યક્ત્વમાં જીવ કેટલો કાળ રહે ? અને ત્યાંથી પડીને ક્યાં જાય ? અને ત્યાં જ જવાનું કારણ શું ? ઉત્તર- જીવ ઉપશમસમ્યકત્વમાં અંતર્મુહૂર્ત વર્તે છે. ત્યાંથી પડીને સાસ્વાદને, મિથ્યાત્વે, મિશે, અને ક્ષયોપશમસમ્યકત્વમાં જાય છે. જો અનંતાનુબંધી અંતરકરણની અંદર વહેલો ઉદયમાં આવે તો સાસ્વાદને જાય છે. અને કરેલા ત્રિપુંજમાંથી જે પુંજ ઉદયમાં આવે તે પુંજના ઉદયના કારણે જીવ મિથ્યાત્વે, મિશે, અને ક્ષયોપશમાં સમ્યક્ત્વમાં આ ઉપશમવાળો જીવ જાય છે. (૧૩) પ્રશ્ન- ઉપશમ સમ્યકત્વ પામીને પડી પહેલે ગુણઠાણે ગયેલો જીવ પુનઃ સમ્યકત્વ પામે તો તેને પામવા માટેની પ્રક્રિયા શું ? ઉત્તર- પડેલો જીવ પહેલે ગુણઠાણે આવીને સમ્યકત્વ તથા મિશ્ર મોહનીયની ઉર્વલના કરે છે. તેમાં સમ્યકત્વ મોહનીયની ઉદ્ગલના કરતાં કરતાં જે સમ્યક્ત્વ પામે તો ક્ષયોપશમાં સમ્યકત્વ પામે, મિશ્ર મોહનીયની ઉદ્ગલના કરતાં કરતાં જ મિશ્રપુજનો ઉદય થાય તો મિશ્ર ગુણઠાણે જાય છે. અને બન્ને મોહનીયની ઉદ્ગલના કર્યા પછી જો સમ્યકત્વ પામે તો પૂર્વની જેમ ત્રણ કરણ કરવા વડે ફરીથી ઉપશમ સમ્યકત્વ પામે છે. પરંતુ ક્ષયોપશમ પામતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180