Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 162
________________ કર્મસ્તવ ૧૬૧ અલ્ય ગુણો હોવાથી ગુણસ્થાનક કહેવાય છે. તાત્વિક બાબતમાં દૃષ્ટિ ઉલટી હોવાથી મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. તથા સર્વથા આ ઘટ જ છે એમ એકાન્તવાદી હોવાથી મિથ્યાષ્ટિ છે. પ્રશ્ન- “કરણ'' એટલે શું ? કરણો કેટલાં છે ? કયાં કયાં ? અને કયા ગુણસ્થાનકે થાય છે ? ઉત્તર- કરણ એટલે અધ્યવસાય સ્થાનક, તેના ત્રણ ભેદો છે. યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ, આ ત્રણે કરણો સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં પ્રથમ ગુણસ્થાનકે થાય છે. અને શ્રેણિને આશ્રયી સાતમે, આઠમે અને નવમે પણ થાય છે.. (૦) પ્રશ્ન- ચરમ યથાપ્રવૃત્તકરણ એટલે શું ? તે કેવા જીવો કરે ? ઉત્તર- યથાપ્રવૃત્તકરણ સામાન્ય વેરાગ્ય પરિણામરૂપ હોવાથી અનેક વખત થાય છે. પરંતુ તેમાં કોઇક વખત સવિશેષ વૈરાગ્ય પરિણામ આવી જાય કે જે ગ્રન્થિ ભેદ કરાવનારા અપૂર્વકરણને લાવે જ, તે ચરમ યથાપ્રવૃત્તકરણ. આ ચરમ યથા પ્રવૃત્તકરણ ભવ્ય જીવ જ કરે છે. તથા ચરમાવતમાં જે યથાપ્રવૃત્ત થાય તેને પણ ચરમ- યથાપ્રવૃત્તકરણ કહેવાય. એમ પૂ. ઉ. કૃત ધર્મપરીક્ષામાં કહેલ છે. (૮) પ્રશ્ન- ગ્રન્થિભેદ થવાથી શું રાગ-દ્વેષ બીલકુલ નાશ થઇ જતા હશે? અને જો એમ બને તો તે જીવને વીતરાગ કેમ ન કહેવાય? ઉત્તર- ગ્રન્થિભેદ એટલે રાગ-દ્વેષનો ““સર્વથા નાશ'' એવો અર્થ ના કરવો. પરંતુ તેને ઢીલા કરવા, ચુરી નાખવા, તેનું બળ ઓછું કરવું, તેની પરવશતા હણી નાખવી. એવો અર્થ કરવો. તેથી હજુ રાગ-દ્વેષ. છે માટે વીતરાગ કહેવાય નહીં. પરંતુ તે રાગ-દ્વેષ દુર્બળ છે. (૯) પ્ર- અત્તરકરણ કરવાનું પ્રયોજન શું ? તેના દલિકોનો પ્રક્ષેપ ક્યાં કરે? ઉત્તર- મિથ્યાત્વની જે સળંગ સ્થિતિ છે તેને વચ્ચેથી છેદવી. તોડવી. વચ્ચેથી ખાલી કરવી તેનું નામ અંતરકરણ. આ કરવાનું પ્રયોજન એ છે કે પ્રતિસમયે તે બંધાય છે અને વેદાય પણ છે. પાર આવે તેમ છે જ નહીં, તેથી વચ્ચે વિરહ કરીને કાઢવાની કોશિષ આ જીવ કરે છે. તેનાં દલિકો નીચેની પ્રથમ, અને ઉપરની દ્વિતીય સ્થિતિમાં નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180