Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૧૫૯ ક્ષય થવાથી ૧૪ પ્રકૃતિઓ સત્તામાંથી ઓછી થાય છે. માટે ૮૫-૮૪૮૧-૮૦ એમ કુલ ૪ સત્તાસ્થાનો તેરમા ગુણઠાણે હોય છે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક.
ચૌદમા ગુણસ્થાનકે પણ સામાન્યથી આ જ ચાર ૮૫-૮૪૮૧-૮૦ સત્તાસ્થાન હોય છે. પરંતુ ચૌદમાં ગુણસ્થાનકના ઢિચરમ સમયે ૭ર પ્રકૃતિઓની સત્તાનો ક્ષય થાય છે. જેથી ૭૨ બાદ કરતાં ચરમ સમયે ૧૩-૧૨-ની બે જ સત્તા હોય છે. જે જીવોએ આહારક બાંધેલું છે તેઓને ૭૨ ની સત્તા ક્ષય થાય છે. પરંતુ જેઓએ આહારક બાંધેલું જ નથી તેઓને આહારક તો પ્રથમથી જ સત્તામાં નથી. માટે ૬૮ ની જ સત્તા ક્ષય થાય છે. તે કારણે
૮૫ માંથી ૭૨ જાય ત્યારે ૧૩ ૮૪ માંથી ૭૨ જાય ત્યારે ૧૨ ૮૧ માંથી ૬૮ જાય ત્યારે ૧૩ ૮૦ માંથી ૬૮ જાય ત્યારે ૧૨
જે આચાર્યો મનુષ્યાનુપૂર્વીની પણ સત્તા દ્વિચરમ સમયે ચાલી જાય એમ માને છે તેઓના મતે દ્વિચરમ સમયે ૭૩ અને ૬૯ ની સત્તાનો ક્ષય થાય છે તેથી ચરમ સમયે ૧૨-૧૧ ની સત્તા હોય છે. એમ ચૌદમા ગુણઠાણે કુલ ૬ સત્તાસ્થાનો હોય છે. આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનકોમાં બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં આવેલી આઠે કર્મોની સર્વ ઉત્તર પ્રવૃતિઓને જે પ્રભુ મહાવીરસ્વામીએ ખપાવી છે તે પ્રભુ શ્રી મહાવીરસ્વામીને અમારા વારંવાર નમસ્કાર હોજો. તથા તેવા મહાવીર પ્રભુને તમે પણ નમસ્કાર કરો કે જે મહાવીર પ્રભુ દેવેન્દ્રો વડે વારંવાર વંદાયેલા છે. અહીં ગ્રન્થકારે “રેવેન્દ્ર” શબ્દનો પ્રયોગ કરીને ગર્ભિત રીતે પોતાનું નામ પણ સૂચવ્યું છે.
समाप्तोऽयं कर्मस्तवनामा द्वितीयकर्मग्रन्थः આ પ્રમાણે કર્મસ્તવ નામનો બીજો ફર્મગ્રંથ તથા તેની મૂળગાથાઓ, સંસ્કૃત છાયા શબ્દાર્થ અને ગાથાર્થની સાથે ગુજરાતી ભાષામાં લખાયેલું
આ સરળ વિવેચન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org