Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧પ૭
કર્મસ્તવ આચાર્યોના મતે અમે આ સત્તાસ્થાનો લખ્યાં છે. પરંતુ જે આચાર્યો પ્રથમ આઠ કપાયનો ક્ષય થયા પછી ૧૬ નો ક્ષય થાય એમ માને છે તેઓના મતે સત્તાસ્થાનોમાં જે ફેરફાર આવે તે સ્વયં સ્વબુદ્ધિથી વિચારી લેવા. તથા બીજા કર્મગ્રંથમાં નવમા ગુણઠાણાના નવમા ભાગે સંજવલ માયા જાય એમ જે કહ્યું છે તે સામાન્યવચન છે. વિશેષ વિચારીએ તો નવમા ભાગના પ્રાથમિકકાળમાં સંજવલન માયાની સત્તા હોય છે. પછી નવમા ભાગમાં જ તેની સત્તાનો ક્ષય કરી બાદર સંજવલન લોભને અશ્વકકરણદ્ધા અને કિટ્ટિકરણાદ્ધા વડે હરસવાળો કરીને સૂક્ષ્મ કિટ્ટિકૃત લોભ બનાવે છે. તે વખતે સંજવલન માયા વિના ૧૦૨, ૧૦૧, ૯૮, ૯૭ ની સત્તા પણ સંભવે છે. એટલે સંજવલન માયાની સત્તા નવમાના ચરમ સમયે જાય છે એમ ન જાણવું. અન્યથા બાદરલોભને સૂક્ષ્મલોભ કરવાનો કાળ જ રહેતો નથી. તેના વિના દસમું ગુણઠાણું આવે નહીં. (૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક
દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પણ ઉપશમશ્રેણિને આશ્રયી પૂર્વે જણાવ્યા મુજબ જ ૧૩૩ થી ૧૪૬ (૧૪૩ વિના) ૧૩ સત્તાસ્થાનો હોય છે. પરંતુ ક્ષપકશ્રેણિમાં સંજવલન માયાનો ક્ષય થવાથી મોહનીયકર્મમાં ૧ સંજવલન લોભ જ સત્તામાં હોય છે. તેથી
(૧) જિનનામ અને આહારક બન્ને બાંધ્યું હોય તેને. ૧૦૨ (૨) નિનામ વિના માત્ર આહારક જ બાંધ્યું હોય તેને. ૧૦૧ (૩) આહારક વિના માત્ર જિનનામ જ બાંધ્યું હોય તેને. ૯૮ (૪) આહારક તથા જિનનામ બન્ને ન બાંધ્યું હોય તેને. ૯૭
આ ચાર સત્તાસ્થાનકો ક્ષપકશ્રેણિમાં સમજવાં. એટલે કે ૧૩+૪=૧૭ સત્તાસ્થાન કુલ બન્ને શ્રેણિ આશ્રયી દશમે ગુણઠાણે હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org