________________
કર્મસ્તવ
૧૬૫
(૨૪) પ્રશ્ન- કોઇ કોઇ જગ્યાએ એકલા પ્રમત્તનો અને એકલા અપ્રમત્તનો કાળ પણ જઘન્યી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સંભળાય છે તે કેવી રીતે ઘટે ? ઉત્તર- ‘સાન્તર'' કાળને આશ્રયી આ વાત પણ સંભવે છે. કોઇ પ્રમાદી જીવ પ્રમત્તે ઘણો વર્તે અને વચ્ચે વચ્ચે અપ્રમત્તે માત્ર ૧-૨ સમય જ આવી જાય તો દેશોન પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા સંયમી મનુષ્યના આખા ભવમાં આવેલા પ્રમત્તનો કાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ પણ બને છે. એ જ રીતે વધારે અપ્રમત્તે રહેનારનો અપ્રમત્તનો કાળ પણ આ રીતે દેશોનપૂર્વક્રોડ બની શકે છે. (૨૫) પ્રશ્ન- શ્રેણિ એટલે શું ? શ્રેણિ ક્યાંથી ક્યાં સુધી હોય ?
વચ્ચેથી પતન પામે કે નહીં ?
ઉત્તર- શ્રેણિ એટલે નિસરણી-ચડતા પરિણામ, અટક્યા વિના તુરત ચડી જવું તે, ૮ થી ૧૧માં ઉપશમશ્રેણી છે. અને ૧૧ મા વિના ૮ થી ૧૨ માં ક્ષપકશ્રેણી છે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તો વચ્ચેથી પત્તન પામી શકે છે: પરંતુ ક્ષપકશ્રેણીમાં આ જીવ પતન પામતો જ નથી.
(૨૬) પ્રશ્ન- નિવૃત્તિકરણ અને અનિવૃત્તિકરણ એટલે શું ? છઠ્ઠાણવડીયાં એ વળી શું છે ?
ઉત્તર- એક સમયમાં વર્તતા જીવોના પરિણામો જુદા જુદા હોય તે નિવૃત્તિકરણ. અને એક સમયવર્તી સર્વ જીવોના પરિણામો સરખા હોય તે અનિવૃત્તિકરણ. એક સમયમાં નિવૃત્તિકરણની અંદર અનંતા જીવો વચ્ચે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો હોય છે. તેમાં છ જાતની વિશુદ્ધિની તરતમતા હોય છે. તે છ જાતની જે વિશુદ્ધિ-તરતમતા તે જ છઠ્ઠાણવડીયાં. (ષટ્યાનપતિત).
(૨૦) પ્રશ્ન- નવમા ગુણઠાણે જો અધ્યવસાયો સર્વ જીવોના સરખા જ હોય તો ક્ષેપકશ્રેણી કરતાં ઉપશમક, અને ઉપશમક કરતાં પડતો જીવ વધારે (ડબલ) સ્થિતિ બાંધે, અશુભનો ડબલ રસ બાંધે અને શુભનો અર્ધો અર્ધો રસ બાંધે આવું આવે છે તે કેમ ઘટે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org