Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 161
________________ ૧૬૦ દ્વિતીય કર્મગ્રંથ દ્વિતીય કર્મગ્રંથની સંક્ષિપ્ત સમાલોચના. (૧) પ્રશ્ન- બીજા કર્મગ્રંથનું નામ શું ? અને તેનું નામ શા માટે છે? ઉત્તર- બીજા કર્મગ્રંથનું નામ “કર્મસ્તવ' છે. કર્મોનું સ્વરૂપ સમજાવતાં સમજાવતાં ગ્રંથકારે પ્રભુશ્રી મહાવીરસ્વામિની સ્તુતિ કરી છે. તે કારણથી આ નામ છે. ' (૨) પ્રશ્ન- બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની વ્યાખ્યા શું ? ઉત્તર- મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કામણવર્ગણોનું આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીરવત્ અથવા લોહાગ્નિવત્ કર્મરૂપે પરિણમીને ચોંટી જવું. એકમેક થઇ જવું તે બંધ. બાંધેલાં કે પરિવર્તિત કરેલાં કર્મોને વિપાકરૂપે ભોગવવાં તે ઉદય. ઉદયકાળને ન પામેલાં કર્મોને બળાત્કારે વિપાકમાં લાવવાં તે ઉદીરણા. કર્મોનું આત્માની સાથે વિદ્યમાનપણું તે સત્તા. (૩) પ્રશ્ન- ગુણસ્થાનક એટલે શું ? તે ચૌદ જ કેમ છે ? ઉત્તર- ગુણોની હીનાધિકતા, ગુણોની તરતમતા, તે ગુણસ્થાનક, જીવે જીવે ગુણો પ્રગટપણે હીનાધિક હોવાથી અપરિમિત ગુણસ્થાનકો છે. તો પણ તે ગણનાતીતના મુખ્ય વિભાગો કરીને સંક્ષેપમાં ચૌદ કહ્યાં છે. (૪) પ્રશ્ન- મિથ્યાષ્ટિ ગુણસ્થાનક એટલે શું ? તેનો કાળ કેટલો ? ઉત્તર- સત્ય વસ્તુને સત્યરૂપે ન સમજે. ઉલટસુલટ સમજે-સ્વીકારે. તે મિથ્યાષ્ટિ, તેનું ગુણસ્થાનક તે મિથ્યાદૃષ્ટિગુણસ્થાનક. તેનો અનાદિ-અનંત, અનાદિ-સાન્ત, સાદિ-સાન્ત એમ ત્રિવિધ કાળ છે. અભવ્યને અનાદિ-અનંત, ભવ્યને અનાદિ-સાન્ત, અને પતિતને આશ્રયી સાદિ-સાન્ત, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોને અર્ધપુગલ પરાવર્તન જાણવો. (૫) પ્રશ્ન- જો આ જીવ મિથ્યાદૃષ્ટિ છે તો ગુણસ્થાનક કેમ ? અને ગુણસ્થાનક છે, તો મિથ્યાદૃષ્ટિ કેમ કહો છો ? ઉત્તર- વ્યાવહારિક ગુણો સમ્યગ્દષ્ટિ જેવા જ છે માટે સ્થૂલદષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180