________________
કર્મસ્તવ
૧૬૩
(૧૪) પ્રશ્ન- ચૌદ ગુણસ્થાનકોમાં જઘન્યથી પણ અંતર્મુહૂર્ત જ કાળ હોય તેથી ઓછો કાળ જેનો ન હોય એવાં ગુણસ્થાનકો કેટલાં? ઉત્તર- પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, બારમું, તેરમું, અને ચૌદમું એમ કુલ છ ગુણસ્થાનકો એવાં છે કે જેનો કાળ જધન્યથી પણ અંતર્મુહૂર્ત જ છે. બાકીનાં સાત ગુણસ્થાનકોનો જઘન્યથી કાળ
૧ સમય છે.
(૧૫) પ્રશ્ન- વધુમાં વધુ અંતર્મુહૂર્ત જ કાળ હોય એવાં ગુણસ્થાનકો કેટલાં અને ક્યાં કયાં?
ઉત્તર- બીજું, ત્રીજું, છઠ્ઠ, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું, બારમું, અને ચૌદમું, એમ કુલ ૧૦ ગુણસ્થાનકોનો કાળ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે. પહેલું, ચોથું, પાંચમું, અને તેરમું એમ ચારનો કાળ અધિક છે..
(૧૬) પ્રશ્ન- કયું કયું ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જઇ શકે ? ઉત્તર- માત્ર પહેલું-બીજું અને ચોથું એમ ત્રણ જ ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જાય છે. શેષ ગુણસ્થાનકો લઇને જવાતું નથી.
(૧૭) પ્રશ્ન- કયા કયા ગુણસ્થાનકોમાં જીવ મૃત્યુ પામી શકે છે? ઉત્તર- ત્રીજા-બારમા અને તેરમા વિના સર્વગુણસ્થાનકોમાં જીવ મૃત્યુ પામી શકે છે પરંતુ ૮ થી ૧૧ ગુણસ્થાનોમાં માત્ર ઉપશમશ્રેણીમાં જ મૃત્યુ સંભવી શકે છે, ક્ષપકશ્રેણિમાં નહિં. (૧૮) પ્રશ્ન- ઉપશમાદિ ત્રણે સમ્યક્ત્વો કયા કયા ગુણસ્થાનકો સુધી
હોય છે ?
ઉત્તર- ઉપશમ સમ્યક્ત્વ ચારથી અગિયાર સુધી, ક્ષયોપશમ સમ્યક્ત્વ ચારથી સાત સુધી, અને ક્ષાયિક સમ્યક્ત્વ ચારથી ચૌદ ગુણસ્થાનકો સુધી હોય છે.
(૧૯) પ્રશ્ન- વ્રતોના જાણે આદરે અને પાલે ના ૮ ભાંગામાં વર્તતો જીવ કયા કયા ગુણસ્થાનક વાળો કહેવાય ? તેનું કારણ શું? ઉત્તર- પ્રથમના ચાર ભાંગે મિથ્યાદૃષ્ટિ, પાંચ-છ-સાત ભાંગે અવિરત સમ્યગ્દષ્ટિ અને છેલ્લા ભાંગે દેશવિરત તથા પ્રમત્તસંયતાદિ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org