Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૨
| દ્વિતીય કર્મગ્રંથ પાંચમા ગુણઠાણે, છઠ્ઠા ગુણઠાણે, અને સાતમા ગુણઠાણે પણ ચોથા ગુણદાણાની જેમ જ સત્તાસ્થાનો હોય છે. કારણકે ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ઉપશમસમ્યકત્વ, ક્ષયોપશમસમ્યક્ત અને ક્ષાયિકસમ્યક્ત એમ ત્રણે સમ્યત્વ હોય છે. તેથી મોહનીયકર્મની૨૮-૨૪-૨૩-૨૪ અને ૨૧ની સત્તા હોઇ શકે છે. આયુષ્યકર્મમાં પણ ચોથું ગુણસ્થાનક ચારે ગતિમાં, પાંચમું ગુણસ્થાનક તિર્યંચ-મનુષ્યને, અને છઠું-સાતમું ગુણસ્થાનક મનુષ્યને હોય છે. અને ચારે ગતિમાનું કોઇપણ આયુષ્ય બાંધ્યા પછી તે આયુષ્યની સત્તા હોતે છતે સાતમા ગુણસ્થાનક સુધી ચઢી શકાય છે. માટે વિજાતીય બદ્ધાયુ એક જીવ આશ્રયી બે આયુષ્યની સત્તાઅને અબદ્ધાયુ તથા સજાતીય બદ્ધાયુ એવા એક જીવ આશ્રયી એક આયુષ્યની સત્તા હોય છે.
નામકર્મની સત્તા ૯૩-૯૨-૮૯ અને ૮૮ની હોય છે. માટે સંપૂર્ણપણે ચોથા ગુણસ્થાનકની જેમ જ સત્તાસ્થાન જાણવાં. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક
આઠમા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનો પ્રારંભ થાય છે. ઉપશમશ્રેણી ઉપશમ સમ્યત્વવાળા જીવો પણ પ્રારંભે છે અને ક્ષાયિક સમ્યકત્વી જીવો પણ પ્રારંભે છે. અને ક્ષપકશ્રેણી તો માત્ર ક્ષાયિક સમ્યકત્વી જ પ્રારંભે છે. જે ઉપશમ સમ્યકત્વવાળા જીવો ઉપશમશ્રેણી પ્રારંભે છે. તેમાં પણ કેટલાક જીવો દર્શનસપ્તકને ઉપશમાવીને મોહનીયની ૨૮ની સત્તાવાળા થયા છતા ઉપશમશ્રેણી પ્રારંભે છે અને કેટલાક જીવો ચાર અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરીને દર્શનત્રિક ઉપશમાવીને ૨૪ ની સત્તાવાળા થયા છતા પણ ઉપશમ શ્રેણી પ્રારંભે છે. તેથી મોહનીયકર્મની ઉપશમને આશ્રયી ૨૮-૨૪-અને ક્ષાયિકને આશ્રયી ૨૧ની સત્તા હોય છે. કમ્મપડિકાર અનંતાનુબંધીના વિસંયોજકને અથવા ક્ષેપકને જ ઉપશમશ્રેણિ માને છે.
આયુષ્યકર્મમાં નરક અને તિર્યંચનું આયુષ્ય બંધાયા પછી ઉપશમશ્રેણી પ્રારંભાતી નથી. માટે દેવ-મનુષ્ય એમ બે જ આયુષ્યની સત્તા બદ્ધાયુને હોય છે અને અબદ્ધાયુને માત્ર એક મનુષ્પાયુષ્યની જ સત્તા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org