Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૬
દ્વિતીય કર્મગ્રંથ અહીં ૧૪૩ ની સત્તા ચાર ગતિના અનેક જીવો સાથે લેવાથી ૪ આયુષ્ય સાથે ગણીને હોય છે. પરંતુ તેને સત્તાસ્થાન કહેવાતું નથી તથા એક જીવને કદાપિ ૧૪૩ ની સત્તા કોઇ પણ ગુણઠાણે સંભવતી નથી.
(૩) મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક
ત્રીજા મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, ગોત્રકર્મ ૨, અને અંતરાયકર્મ ૫, એમ કુલ પાંચ કર્મોની સત્તા નિયત જ હોય છે. બાકીના મોહનીય, આયુષ્ય અને નામકર્મ એમ ત્રણ કર્મોની સત્તા ઓછી વધતી હોય છે તે આ પ્રમાણે- *
મોહનીયકર્મની ૨૮-ર૭-૨૪ એમ ત્રણ જાતની સત્તા હોય છે. જે જીવો ઉપશમ-ક્ષયોપશમ સમ્યકત્વ પામી પડીને ત્રીજે આવે છે. તેઓને ત્રણે પુંજની સત્તા હોવાથી ૨૮, પહેલા ગુણઠાણે જઈ સમ્યક્ત મોહનીયની ઉર્વલના કર્યા પછી મિશ્ર મોહનીયની ઉવલના કરતાં કરતાં પહેલેથી ત્રીજે આવે તેવા જીવને સમ્યત્વ મોહનીય વિના ૨૭, અને ચોથા આદિ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરીને ઉપરના ગુણઠાણેથી ત્રીજે આવનારને ચાર અનંતાનુબંધી વિના ૨૪ની સત્તા પણ હોય છે. એમ ૨૮-૨-૨૪ હોય છે.
આયુષ્યકર્મમાં સર્વજીવો સાથે લઈએ તો ચારે આયુષ્ય ગણવાથી ચારની સત્તા કહેવાય છે. પરંતુ તેને સત્તાસ્થાનક કહેવાય નહીં તથા વિજાતીય બદ્ધાયુ એક જીવને આશ્રયી બે આયુષ્યની સત્તા, અને સજાતીય બદ્ધાયુ તથા અબદ્ધાયુ એક જીવને આશ્રયી એક આયુષ્યની સત્તા હોય છે.
નામકર્મમાં આહારક બાંધીને પતિત થયેલા જીવને ૯૨, આહારક બાંધ્યા વિના પતિત થયેલાને, અથવા પહેલા ગુણઠાણેથી આવેલા જીવન ૮૮ની સત્તા હોય છે. ત્રીજા ગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. હવે આ કર્મોની સત્તા ત્રીજે ગુણઠાણે જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org