Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૧૦૭ નપુંસકજીવ હોય તો પ્રથમ નપુંસકવેદનો ઉદય અટકે છે ત્યારબાદ સ્ત્રીવેદ-પુરૂપવેદ અને સંજવલનત્રિકનો ઉદય વિચ્છેદ થાય છે.
નવા ગુણસ્થાનકથી દસમે ગુણસ્થાનકે જતાં ઉપર કહ્યા મુજબ ૩ વેદ અને (૩) સંજ્વલનત્રિકનો ઉદય વિચ્છેદ થવાથી શેષ ૬૦ નો ઉદય હોય છે. દસમા ગુણસ્થાનકથી અગિયારમા ગુણઠાણે જતાં ૫૯ નો ઉદય હોય છે અગિયારમું ગુણસ્થાનક સર્વથા મોહના ઉપશમવાળું હોવાથી બાકી રહેલ લોભનો ઉદય પણ દસમાના છેડે ટાળીને અહીં આવે છે.
ત્યારબાદ અગિયારમા ગુણઠાણાના અંતે બીજા-ત્રીજા (ઋષભનારા અને નારાચ એમ બે) સંઘયણનો ઉદય અટકી જાય છે. જેથી બારમા ગુણઠાણે પ૭ નો ઉદય હોય છે. કારણ કે ઉપશમશ્રેણી પ્રથમના ત્રણ સંઘયણ વાળો જીવ પ્રારંભે છે અને ક્ષપકશ્રેણી માત્રા પ્રથમ સિંઘયણ વાળો જ પ્રારંભે છે. અગિયારમા ગુણસ્થાનક સુધી જ ઉપશમશ્રેણી હોય છે. બારમા ગુણસ્થાનકે માત્ર ક્ષપકશ્રેણી જ હોય છે તેથી પ્રથમ સંઘયણનો જ ઉદય હોય છે. માટે બીજા-ત્રીજા સંઘયણનો ઉદય અટકી જાય છે અગિયારમે પ૯ અને તેમાંથી બે સંઘયણ બાદ કરતાં બારમે પ૭ ઉદયમાં હોય છે એમ ઉપર જે કહ્યું. ત્યાં અગિયારમે ૫૯ હોય, અને ક્ષપકશ્રેણિમાં ચડીને બારમે જનારને પ૭ હોય એમ સમજવું. પરંતુ અગિયારમેથી બારમે જાય છે એમ ન સમજવું. કારણ કે ઉપશમ શ્રેણિવાળો નિયમો પડે જ છે. ત્યાંથી બારમે જતો નથી. || ૧૦ ||
એકેક કર્મની પ્રકૃતિઓની સંખ્યા આ પ્રમાણે જાણવી. | ગુણસ્થાનક જ્ઞાના. દર્શ. વિદ, મોહઆયુ નામ ગોત્ર અંતકુલ, | આઠમે | ૫ | ૬ | ર ]૧૩ | ૧ | ૩૦ | ૧ | ૫ | 9 | | નવમે | ૫ | ૬ | ર | 9 | ૧ | ૩૯ | ૧ | ૫ | ૬૬ દસમે | ૫ | ૬ | ૨ | ૧ | ૧ | ૩૯ ૧ | ૫ | ૬૦| અગિયારમે | ૫ | દ | ર | 0 | ૧ રૂ| ૧ | ૫ | પ૦ બારમે | ૫ | ૬ | ૨ | ૯ | ૧ | 39 | ૧ | પ પપપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org