Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૪
દ્વિતીય કર્મગ્રંથ રહે છે. તે ૧૨ પ્રકૃતિની સત્તાને નાશ કરી જે પ્રભુ મહાવીરસ્વામી સિદ્ધિપદને પામ્યા છે, તે વીર ભગવાનને તમે નમસ્કાર કરો. તે વીર ભગવાન દેવેન્દ્રો વડે પણ વંદાયેલા છે.
અહીં સેવિંર્વાાિં શબ્દ લખીને ગર્ભિત રીતે દેવેન્દ્ર અર્થાત્ દેવેન્દ્રસૂરિજી એમ પોતાનું નામ પણ કર્તા તરીકે સૂચવ્યું છે.
ચૌદમા ગુણસ્થાનકના વિચરમસમયે ૭૩, અને ચરમસમયે ૧૨ પ્રકૃતિઓ સત્તામાંથી નાશ પામે છે આ હકીકત ગ્રંથકારશ્રી મતાન્તર રૂપે રજુ કરે છે. અને પોતાના અભિપ્રાય વિચરમસમયે ૭૨ અને ચરમસમયે ૧૩ની સત્તાનો નાશ જણાવે છે. તથા દિગંબર સંપ્રદાયને માન્ય “ગોમટસાર” નામના ગ્રંથના કર્મકાર્ડમાં ગાથા ૩૪૧ માં પણ ચૌદમાના દ્વિચરમસમયે ૭૨ અને ચરમસમયે ૧૩ની સત્તા નાશ પામે છે. એમ લખ્યું છે. તે ગાથા આ પ્રમાણે છે.
अणुदयतदियं णीचमजोगिदुचरिमम्मि सत्तवोच्छिन्ना । उदयगबार णराणू तेरस चरिमम्हि योच्छिना ॥ ३४१ ॥
શ્વેતાંબર આમ્નાયમાં કર્મગ્રંથકારશ્રી દેવેન્દ્રસૂરિજીનો અને દિગમ્બર આમ્નાયમાં ગોમટસારના કર્તા શ્રી નેમિચંદ્રસૂરિજીનો ૭૨ અને ૧૩ ની સત્તાનો વિચ્છેદ માનવામાં શો આશયવિશેષ હશે તે તથાવિધ ગુરુગમના અભાવથી બરાબર સમજાતું નથી. એટલે અહીં તત્ત્વ કેવલિગમ્ય જાણવું.
બીજા અને ત્રીજા કર્મગ્રંથમાં જે બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાના અધિકારનું વર્ણન છે તથા બાસઠ માર્ગણા ઉપર જે બંધનું વર્ણન છે. તે જ વર્ણન દિગમ્બર આમ્નાયમાં ગોમટસારના કર્મકાંડમાં બીજા અધિકારમાં ગાથા ૮૭ થી ૩પ૭ ગાથામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org