________________
૧૦૮
દ્વિતીય કર્મગ્રંથ सगवन्न खीण दुचरमि निद्ददुगंतो अ चरमि पणपन्ना । नाणंतरायदंसणचउ, छेओ सजोगि बायाला ॥ २० ॥ (सप्तपञ्चाशत् क्षीणविचरमे, निद्राद्विकान्तश्च चरमे पञ्चपञ्चाशत् । ज्ञानान्तरायदर्शनचतुश्छेदः सयोगिनि द्विचत्वारिंशत्)
શબ્દાર્થ= સાવન = સત્તાવન, વીજળ,વરમ = ક્ષીણમાં ગુણસ્થાનકના દ્વિચરમસમયે,નિદડુતો = નિદ્રાદ્ધિકને અંત થાય છે, અ= અને, વરમ = છેલ્લાસમયમાં, પપપન્ના = પંચાવનનો ઉદય હોય છે, નાપાંતરતિંસ૩ = જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, એમ ચૌદનો છે = છેદ થાય છે, અની િસયોગિ ગુણઠાણે, વીયાના = બેંતાલીસનો ઉદય હોય છે.
ગાથાર્થ- ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી ૫૭ નો ઉદય હોય છે. ત્યાં નિદ્રાહિકનો અંત થવાથી ચરમ સમયે પંચાવનનો ઉદય હોય છે. ચરમ સમયે જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાયની પાંચ, અને દર્શનાવરણીયની ચાર એમ ચૌદનો ઉદયવિચ્છેદ થવાથી (અને તીર્થકર નામકર્મ ઉદયમાં આવવાથી) ૪ર નો ઉદય સયોગિએ હોય છે. || ૨૦ ||
વિવેચન- અગિયારમા ગુણસ્થાનકે જે પ૯ પ્રકૃતિઓનો ઉદય છે. તેમાંથી બીજા અને ત્રીજા સંઘયણના ઉદયનો અંત થવાથી બારમા ગુણઠાણાના પ્રથમસમયથી દ્વિચરમ સમય સુધી ૫૭નો ઉદય હોય છે. અને દ્વિચરમ સમયે (અન્તિમ સમયની પૂર્વનો સમય તે દ્વિચરમ સમય કહેવાય છે. અથવા તેને ઉપાસ્ય સમય પણ કહેવાય છે તે સમયે) નિદ્રા તથા પ્રચલાનો ઉદય વિચ્છેદ થવાથી ચરમસમયે પંચાવનનો ઉદય હોય છે.
બારમાં ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, અને દર્શનાવરણીય કર્મની ચાર એમ કુલ ૧૪નો ઉદયવિચ્છેદ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org