Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૯
કર્મસ્તવ
નવનવફ =નવ્વાણુની સત્તા, चरमसमये – છેલ્લા સમયે હોય છે, चउदंसणनाणविग्घंतो = ચાર દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય, પાંચ અંતરાય એમ ૧૪ ની સત્તા ક્ષય થવાથી.
•
ગાથાર્થ- સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ૧૦૨ ની સત્તા હોય છે. તેમાંથી સંજ્વલન લોભની સત્તા જવાથી બારમાના દ્રિચરમ સમય સુધી ૧૦૧ ની સત્તા હોય છે. તેમાંથી બે નિદ્રાનો ક્ષય થવાથી બારમાના ચરમસમયે ૯૯ ની સત્તા હોય છે. તેમાંથી ચાર દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય, અને પાંચ અંતરાય એમ કુલ ૧૪ ની સત્તાનો ક્ષય થવાથી (તેરમા ગુણઠાણે ૮૫ ની સત્તા હોય છે)॥ ૩૦ ॥
વિવેચન- નવમા ગુણસ્થાનકના છેલ્લા ભાગે સંજ્વલન માયાનો ક્ષય થવાથી દસમા ગુણસ્થાનકે ૧૦૨ ની સત્તા હોય છે. તે દસમા ગુણઠાણાના અંતે સંજ્વલન લોભનો અંત થવાથી બારમા ગુણઠાણે ૧૦૧ ની સત્તા હોય છે. તે બારમા ગુણઠાણાના દ્વિચરમ સમયે (ઉપાત્ત્વ સમયે) નિદ્રાદ્વિક (નિદ્રા અને પ્રચલા)ની સત્તાનો ક્ષય થવાથી બારમા ગુણસ્થાનકના ચરમ સમયે ૯૯ ની સત્તા હોય છે. બારમા ગુણઠાણાના ચરમ સમયે ચાર દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય, અને પાંચ અંતરાયકર્મની સત્તાનો ક્ષય થવાથી તેરમા ગુણઠાણે ૮૫ ની સત્તા હોય છે. જે આગળની ગાથામાં સમજાવે જ છે. ।। ૩૦ ॥
पणसीइ सजोगि अजोगि, दुचरिमे देवखगइगंधदुगं । फासट्ठ वन्नरसतणु-बंधण-संघायपण निमिणं ॥ ३१ ॥ संघयण अथिर संठाण, छक्क अगुरुलहु चउ अपज्जत्तं । सायं व असायं वा, परित्तुवंगतिग सुसर नियं ॥ ३२ ॥
(पञ्चाशीतिस्सयोगिन्ययोगिनि द्विचरमे देवखगतिगन्धद्विकम् । स्पर्शाष्टक वर्णरसतनुबन्धनसंघातनपञ्चकनिर्माणम्)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org