Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્વિતીય કર્મગ્રંથ
તેરમા ગુણઠાણાના અંતે ૨૯ નામકર્મની અને ૧ વેદનીયની એમ બન્ને મળીને ૩૦ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. જેથી ચૌદમે ગુણઠાણે ૧૨ નો ઉદય હોય છે. હવે તે ૨૯ નામકર્મની અને ૧ વેદનીયની કઇ કઇ તેરમાના અંતે ઉદયમાંથી જાય છે. તે ગ્રંથકારશ્રી ગણાવે છે- ઔદારિક દ્વિક, અસ્થિરદ્વિક, ખગતિદ્રિક, (ગાથામાંનો ટુ શબ્દ આ ત્રણેમાં જોડવો), પ્રત્યેકત્રિક (પ્રત્યેક-સ્થિર-શુભ), છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણનામકર્મ, તૈજસ, કાર્મણ, પ્રથમસંઘયણ, એમ સત્તાવીસ તથા વળી. ॥ ૨૧ ॥
૧૧૦
दूसर सूसर साया - साएगयरं च तीस वुच्छेओ । बारस अजोगि सुभगा इज्ज जसन्नयरवेयणीयं ॥ २२ ॥ ( दुःस्वरसुस्वर सातासातैकतरं च त्रिंशद्व्युच्छेदः । द्वादशायोगिनि सुभगादेययशोन्यतरवेदनीयम्)
દૂભરતુસર = દુઃસ્વર-સુસ્વર, સાયાસ યાં – સાતા
શબ્દાર્થ અને અસાતા એ બેમાંથી એક, તીસવુછેમો ત્રીશપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. बारस = બાર પ્રકૃતિઓનો ઉદય, અખોળિ અયોગિગુણઠાણે સુમશાન = સૌભાગ્ય અને આદેય, નસ = બેમાંથી ગમે તે એક વેદનીય કર્મ. ગાથાર્થ- દુઃસ્વર, સુસ્વર, સાતા અને અસાતામાંથી એક, એમ ત્રીશ પ્રકૃતિઓનો (તેરમા ગુણઠાણના અંતે) ઉદયવિચ્છેદ થાય છે. જેથી અયોગિગુણઠાણે ૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે સૌભાગ્યઆદેય-યશનામકર્મ, બેમાંથી બાકી રહેલ એકવેદનીય તથા. ।। ૨૨।।
યશનામકર્મ, અન્નયરવેચીઝં
વિવેચન- ઉપરની ગાથામાં કહેલી ૨૭ તથા દુઃસ્વર, સુસ્વર એમ નામકર્મની ૨૯, સાતા-અસાતામાંથી એક વેદનીય એમ કુલ ૩૦ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ તેરમા ગુણઠાણાના અંતે થાય છે. કારણકે આ
Jain Education International
=
=
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org