________________
૧૧૫
કર્મસ્તવ છે તે તે ગુણસ્થાનકે તેટલી તેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા હોય છે એમ સમજવું. તેમાં જે જે વિશેષતા છે. (જુદાપણું છે.) તે આ ચોવીસમી ગાથામાં જણાવે છે.
અપ્રમત્તગુણસ્થાનકથી સયોગી કેવલી ગુણસ્થાનક સુધી કુલ સાત ગુણસ્થાનકોમાં જેટલી જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તેના કરતાં સા= આ ઉદીરણામાં ત્રણ પ્રકૃતિઓ ઓછી કરવી. સાતા-અસાતા વેદનીય અને મનુષ્યાયુષ્ય એમ કુલ ત્રણ પ્રકૃતિનો ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે પરંતુ તે ત્રણની ઉદીરણા ફક્ત મિથ્યાત્વથી પ્રમત્ત સુધી એમ છ જ ગુણસ્થાનકોમાં હોય છે. તે ત્રણની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો સાતમથી હોતા નથી. તેથી તથાસ્વભાવે આ ત્રણની ઉદીરણાનો છકે વિચ્છેદ થાય છે. માટે સર્વત્ર ઉદીરણામાં ૩ ઓછી કરવી.
છઠ્ઠા ગુણઠાણાના અંતે ઉદયમાંથી થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક એમ કુલ પાંચ વિચ્છેદ પામે છે. પરંતુ ઉદીરણામાં છઠ્ઠાના અંતે ઉપરોક્ત કારણને લીધે આ પાંચની સાથે બે વેદનીય અને મનુષ્યાયુષ્ય એમ કુલ આઠની ઉદીરણા વિચ્છેદ પામે છે.
તથા ચૌદમા ગુણસ્થાનકે જો કે અઘાતકર્મની ૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તથાપિ અયોગી હોવાથી ઉદીરણાકરણ સ્વરૂપ યોગ (વીર્ય) નથી. યોગાત્મક વીર્ય નથી માટે ઉદ્વર્તના-અપવર્તનાસંક્રમ-અને ઉદીરણા આદિ કરણ નથી તેથી એક પણ પ્રકૃતિની ઉદીરણા ચૌદમે ગુણઠાણ નથી. ચૌદમાં ગુણઠાણે બીરાજમાન ભગવાન અનુદીરક (ઉદીરણા વિનાના) છે. શેષ સર્વ ઉદયની જેમ જ ઉદીરણામાં જાણવું છે ૨૪ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org