________________
૧૨૨
| દ્વિતીય કર્મગ્રંથ હોવાથી મનુષ્યાયુષ્ય સત્તામાં હોય છે. શેષ બે આયુષ્યની સત્તા હોઈ શકતી નથી તો ૧૪૮ ની સત્તા કેમ કહો છો ?
ઉત્તર- તમારી વાત સત્ય છે. નરક-તિર્યંચ આયુષ્ય બાંધ્યા પછી સાતમા ગુણસ્થાનકની ઉપર આ જીવ ચડી શકતો નથી, તેથી આ બે આયુષ્યની સત્તા હકીકતથી ૮ થી ૧૧ માં નથી. એટલે સદ્ભૂત સત્તા નથી. પરંતુ ઉપશમશ્રેણીમાં ચડી અગિયારમા ગુણસ્થાનક સુધી આવીને પાછા પડતા જીવને પહેલે-બીજે ગુણઠાણે આવે ત્યારે ભાવિમાં આ બે આયુષ્ય બંધાવાનો સંભવ છે, સત્તામાં આવવાનો સંભવ છે તે અપેક્ષાએ રાજાના પુત્રને ભાવિમાં રાજા થવાનો હોવાથી જેમ રાજા કહેવાય, તેમ અહીં ભાવિમાં સત્તા આવવાનો સંભવ છે એ અપેક્ષાએ સંભવસત્તાને આશ્રયી આ સત્તા કહેલી છે. સદ્દભૂત સત્તા નથી. પરંતુ ભાવિને આશ્રયી સંભવસત્તા છે.
જુદી જુદી અપેક્ષાએ આ સત્તા અનેક પ્રકારે હોઈ શકે છે જેમ કે પહેલે ગુણસ્થાનકે અનેક ભવ્યજીવ લઇએ તો ૧૪૮ની સત્તા. એક ભવ્ય જીવ લઇએ તો બદ્ધાયુષ્કને બે આયુષ્ય હોવાથી અને આહારદ્ધિક-જિનનામ સાથે ન હોવાથી જિનનામ વિના ૧૪૫ની સત્તા, અબદ્ધાયુષ્ક ભવ્ય જીવ લઇએ તો ૧૪૪ની સત્તા. જિનનામ બાંધ્યું હોય પણ આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય તો બદ્ધાયુ ને ૧૪૨, તથા અબદ્ધાયુને ૧૪૧ વગેરે અનેક પ્રકારે સત્તા થઇ શકે છે. પરંતુ તે વધારે સૂક્ષ્મ વાતો સત્તા પ્રકરણની ૨૫ થી ૩૪ ગાથા પૂર્ણ થયા પછી સમજાવીશું. ૨૫
- હવે અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકોમાં ૧૪૨ અને અવિરત સમ્યક્ત્વાદિમાં ૧૪૧ની સત્તા હોય છે. તે સમજાવે છે.
अपुव्वाइचउक्के, अण तिरिनिरयाउ विणु बिआलसयं । सम्माइचउसु सत्तग-खयंमि इगचत्तसयमहवा ॥ २६ ॥ (अपूर्वादिचतुष्केऽनतिर्यग्निरयायुर्विना द्वाचत्वारिंशच्छतम् । सम्यगादिचतुर्षु सप्तकक्षय एकचत्वारिंशच्छतमथवा)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org