Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૧૨૩ શબ્દાર્થ - કાવ્યરૂં૩ = અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનકોમાં, = અનંતાનુબંધી, સિનિયર = તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય, વિષ્ણુ = વિના, વિયાનસ = એકસો બેતાલીસની સત્તા હોય છે, અમ્પારૂલું = સમ્યકત્વાદિ ચાર ગુણસ્થાનકોમાં, સત્તરવયંતિ = સાતનો ક્ષય થયે છતે રૂad = એકસો એકતાલીસની સત્તા, અહવા = અથવા.
ગાથાર્થ- અથવા અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનકોમાં અનંતાનુબંધી મનુષ્ય-તિર્યંચાયુષ્ય એમ છ વિના ૧૪૨ ની સત્તા હોય છે. અને અવિરતસમ્યક્ત્વાદિ ચાર ગુણસ્થાનકોમાં દર્શન સપ્તકનો ક્ષય થયે છતે ૧૪૧ ની સત્તા હોય છે અથવા તે ૨૬ છે.
વિવેચન- ૨૫મી ગાથામાં સંભવસત્તાને આશ્રયી ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં ૧૪૮ની સત્તા કહી. આ ગાળામાં આ જ ૮ થી ૧૧ ગુણસ્થાનકોમાં સદ્ભાવસત્તાને આશ્રયી સત્તા જાણવે છે.
જ્યારે ઉપશમશ્રેણીમાં આઠમે ગુણસ્થાનકે આરોહણ કરે છે ત્યારે જો બદ્ધાયુ હોય તો દેવાયુષ્ય જ બાંધેલું હોય છે અને પોતાનું મનુષ્પાયુષ્ય ઉદયમાં વેદે છે તેથી બે જ આયુષ્યની (દેવાયુષ્ય અને મનુષ્પાયુષ્યની) સત્તા હોય છે. નરક-તિર્યંચાયુષ્યની સત્તા હોતી નથી. કારણકે જો તે બેમાંનું કોઇ પણ એક આયુષ્ય બાંધ્યું હોય તો ઉપશમ શ્રેણીનું આરોહણ થતું નથી.
તથા કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરીને ઉપશમશ્રેણી પ્રારંભાય છે તેમના મતે ૨૫મી ગાથામાં સત્તા કહીને હવે જે આચાર્યો અનંતાનુબંધીની વિસંયોજના કરીને શ્રેણી પ્રારંભાય એમ માને છે તેઓના મતે ૧૪રની સત્તા આ ગાળામાં સમજાવે છે. ' ઉપશમ શ્રેણીમાં આરોહણ કરતાં પહેલાં ૪ થી ૭ ગુણસ્થાનકોમાં જ્યારે ક્ષયોપશમ સમ્યકત્વ જીવને હોય છે ત્યારે જે જીવે ચાર અનંતાનુબંધી કપાયોની વિસંયોજના (મૂળથી ક્ષય-વિનાશ)કરેલ હોય. અને દર્શનત્રિકને ઉપશમાવી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરેલું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org