________________
૧૨૬
દ્વિતીય કર્મગ્રંથ પરંતુ તદુપરાન્ત ક્ષપકશ્રેણી માંગે તો પણ આઠમાં ગુણસ્થાનકે અને નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી પણ આ જ ૧૩૮ ની જ સત્તા હોય છે. એમ જાણવું. ૫ ૨૭ || હવે નવા ગુણસ્થાનકના બીજાભાગે કેટલી સત્તા હોય! તે જણાવે છેथावरतिरिनिरयायव-दुग थीणतिगेग विगल साहारं । सोलखओ दुवीससयं, बिअंसि बिअतियकसायंतो ॥ २८..॥ (स्थावरतिर्यग्निरयातपद्विकस्त्यानद्धित्रिकैकविकलसाधारणम् । षोडशक्षयः द्वाविंशतिशतं द्वितीयांशे द्वितीयतृतीयकषायान्तः)
શબ્દાર્થ- થાવર = સ્થાવર, તિરિ =તિર્યંચ, નિરય = નરક, કાયવ = આતપ, તુલા = આ ચારે દ્વિક, થીતિ | = થીણદ્વિત્રિક, TI = એ કેન્દ્રિયજાતિ, વિહિન = વિકલેન્દ્રિયત્રિાક, સાદાઈ = સાધારણનામકર્મ, સૌરવો = આ ૧૬નો ક્ષય, તુવીરસર્ચ = એકસો બાવીશ પ્રકૃતિઓ, વિધ્વંસ = નવમા ગુણસ્થાનકના બીજા ભાગે, વિતિય સાયંતી = બીજા અને ત્રીજા કષાયનો અંત થાય છે.
ગાથાર્થ સ્થાવરદ્ધિક, તિર્યંચદ્ધિક, નરકદ્વિક, આતપદ્રિક, થીણદ્વિત્રિક, એકેન્દ્રિયજાતિ, વિલેન્દ્રિયત્રિક, અને સાધારણનામકર્મ, એમ કુલ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય થવાથી નવમાના બીજા ભાગે ૧૨૨ની સત્તા હોય છે અને ત્યાં બીજા ભાગના અંતે બીજા-ત્રીજા કષાયનો ક્ષય થવાથી (ત્રીજા આદિ ભાગોમાં કેટલી સત્તા હોય છે તે આગળની ગાથામાં જણાવે છે.) ૨૮ છે.
વિવેચન- નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે ૧૩૮ ની સત્તા હોય છે. તેમાંથી પ્રથમભાગના અંતે સ્થાવરદ્ધિક આદિ ૧૬ પ્રકૃતિની સત્તા ક્ષય પામે છે. એટલે નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ૧૨૨ની સત્તા હોય છે. અને બીજા ભાગના અંતે ૧૨૨ ની સત્તામાંથી બીજાત્રીજા એમ બે કષાયનો અંત થવાથી ત્રીજા ભાગે ૧૧૪ ની સત્તા હોય છે જે આગળની ગાથામાં જણાવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org