Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૪
દ્વિતીય કર્મગ્રંથ અને ત્યારબાદ આઠમથી ઉપશમશ્રેણીનું આરોહણ કર્યું હોય તેવા જીવને ચાર અનંતાનુબંધીની પણ સત્તા હોતી નથી. તેથી બે આયુષ્ય અને ચાર અનંતાનુબંધી એમ કુલ છ પ્રકૃતિ વિના ૧૪૨ ની સત્તા ૮ થી ૧૧ માં હોય છે. આ ૧૪૨ની સત્તા અનંતાનુબંધિના વિસંયોજકને જાણવી.
૪ થી ૭ ગુણસ્થાનકોમાં ૨૫ મી ગાથામાં ૧૪૮ની સત્તા જે કહી છે તે ક્ષાયોપથમિક અને ઔપશમિક સમ્યકત્વને આશ્રયી જાણવી. કારણ કે તેવા સમ્યકત્વવાળા જીવોને દર્શનસપ્તકની પણ સત્તા હોય છે અને અનેક જીવોમાં જુદાં-જુદાં ચારે આયુષ્ય પણ સત્તામાં હોય છે. પરંતુ ક્ષાયિક સમ્યત્વીને કેટલી સત્તા હોય ? તે આ ૨૬મી ગાથામાં જણાવે છે
ક્ષાયિક સમ્યત્વીને દર્શનસપ્તકનો (અનંતાનુબંધી ૪, મિથ્યાત્વ, મિશ્ર, અને સમ્યકત્વમોહનીય એમ ૭ નો) સત્તામાંથી જ ક્ષય થયેલો હોય છે. તેથી તેવા જીવને ૧૪૧ ની સત્તા હોય છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરીને ચારે ગતિમાં જાય છે. માટે અનેક જીવોને આશ્રયી ચારે આયુષ્યની સત્તા હોય છે. અથવા કોઇ પણ ગતિનું આયુષ્ય બાંધ્યા પછી મનુષ્યનો જીવ ક્ષાયિકસમ્યકત્વ પામી શકે છે અને સાતમા ગુણસ્થાનક સુધી ચડી શકે છે માટે પણ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ચારે આયુષ્યની સત્તા હોય છે. |
અથવા આ જ ચાર ગુણસ્થાનકોમાં (૪ થી ૭ માં બીજી રીતે પણ સત્તા હોય છે તે સમજાવે છે. खवगं तु पप्प चउसु वि, पणयालं नरयतिरिसुराउ विणा । सत्तग विणु अडतीसं, जा अनियट्टी पढमभागो ॥ २७ ॥ (क्षपकं तु प्राप्य चतुर्वपि, पञ्चचत्वारिंशन्नरकतिर्यक्सुरायुर्विना । सप्तकं विनाष्टात्रिंशद्यावदनिवृत्ति प्रथमभागः)
| શબ્દાર્થ - રવ = ક્ષેપકને તુ = વળી, પપ્પ = આશ્રયી, વરસુવિ = ચારે પણ ગુણસ્થાનકોમાં. પાયાન્ન = એકસો પીસ્તાલીસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org