Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૦
| દ્વિતીય કર્મગ્રંથ ન (કર્મપણે પરિણામ પામવા રૂપ આત્મત્વનો) લાભ થયો છે તે સત્તા. આત્માની સાથે કર્યો કાં તો બાંધવા દ્વારા આવે છે. અથવા સાતાદિ અન્ય પ્રકૃતિઓ બાંધીને અન્ય અસાતાદિમાં સંક્રમાવવા દ્વારા પણ “અસાતાદિ” રૂપે કર્મવ આવે છે. તથા ઉદ્વર્તના-અપવર્તના દ્વારા પણ દીર્ઘસ્થિતિરૂપે અને લઘુસ્થિતિરૂપે કર્મવ આવે છે. આ રીતે બંધાદિ (બંધ-સંક્રમાદિ) દ્વારા જે પુગલ પરમાણુઓમાં “કર્મ–” આવ્યું છે તે કર્મોનું આત્માની સાથે રહેવું. તેને સત્તા કહેવાય છે.
બંધમાં આઠ કર્મોની ઉત્તર પ્રવૃત્તિઓ ૧૨૦ છે. ઉદય અને ઉદીરણામાં ૧૨૨ છે. પરંતુ સત્તામાં ૧૪૮ અથવા ૧૫૮ ની સંખ્યાની પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી છે. અહીં ગ્રંથકારશ્રી ૧૪૮ની સંખ્યા સ્વીકારીને સત્તા જણાવે છે. પાંચ બંધન, અને પાંચ સંઘાતન એમ ૧૦ પ્રકૃતિઓ બંધ-ઉદય-ઉદીરણામાં શરીરની અંદર જે ગણાય છે તે સત્તામાં જુદી ગણાય છે. તથા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એમ સામાન્ય ચાર ભેદોના અનુક્રમે ૫-૨-૫-૮=૨૦ જે ઉત્તરભેદો છે તે ગણાય છે એટલે કુલ ૧૪૮ની સત્તા અહીં વિચારાશે.
મિથ્યાત્વ ગુણસ્થાનકથી ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી ૧૪૮ની સત્તા હોય છે. ફક્ત બીજા-ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી, એટલે ૧૪૭ની સત્તા હોય છે. કારણકે જિનનામકર્મ સમ્યક્ત્વવાળા ગુણસ્થાનકોમાં જ બંધાય છે. માટે ત્યાં જ સત્તા હોઇ શકે છે. તથા જિનના બાંધ્યા પછી ચૌદમા ગુણસ્થાનક સુધી ઉપર જીવ જાય છે તેથી ત્યાં પણ જિનનામની સત્તા હોય છે. પરંતુ જિનનામ કર્મ બાંધ્યા પછી જીવ તેવા પ્રકારના અધ્યવસાયોના અભાવે બીજે-ત્રીજે ગુણકાણે આવતો નથી. માટે બીજા-ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી..
પ્રશ્ન- જો જિનનામકર્મ બાંધ્યા પછી બીજે-ત્રીજે ગુણઠાણે આ જીવ ન આવતો હોય તો પહેલા ગુણઠાણે તો નહીં જ આવતું હોય. માટે પહેલા ગુણઠાણે પણ જિનનામકર્મની સત્તા ન સંભવવી જોઇએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org