Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
આ
હરર- હા, આ
મહાવીર
કસ્તવ
૧૧૩ કેવલજ્ઞાન થયું અને કેવલજ્ઞાન થયા પછી પણ અસાતા ચાલુ રહી. એમ જાણવું. તેથી કેવલી ભગવત્તાને પણ અઘાતી એવી સાતા-અસાતા બન્નનો ઉદય હોઇ શકે છે. તથા સાતા-અસાતા જીવવિપાકી પ્રકૃતિ હોવાથી શરીર નામકર્મનો ઉદય ન હોવા છતાં પણ ચૌદમે ગુણઠાણે ઉદયમાં હોઇ શકે છે.
પ્રશ્ન- સામાન્ય કેવલી ભગવન્તોને અસાતાનો ઉદય ઉપરના દૃષ્ટાન્તથી હજુ માનવામાં આવે છે. પરંતુ તીર્થકર કેવલી ભગવન્તોને આ ૧૩-૧૪ મા ગુણઠાણે શું અસાતાનો ઉદય હોઈ શકે ?
ઉત્તર- હા, અઘાતી હોવાતી અસાતાનો પણ ઉદય હોઈ શકે, જેમ કે ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામીને ગોશાળાએ તેજોવેશ્યા મુકવાથી છ માસ શરીર રોગગ્રસ્ત રહ્યું તે કાળે કેવલી હોતે છતે અસાતાનો ઉદય ઘટી શકે છે. બહુધા સાતા જ ઉદયમાં હોય છે. પરંતુ અસતાનો ઉદય ન જ હોય એમ ન જાણવું.
પ્રશ્ન- ચૌદમે ગુણઠાણે શરીર-અંગોપાંગ નામકર્મનો ઉદય નથી તો ત્રસ-બાદર-પર્યાપ્ત-આદિ નામકર્મનો ઉદય કેમ સંભવે ?
ઉત્તર- આ બાર પ્રકૃતિઓ “જીવવિપાકી” છે જીવને ફળ આપનારી છે એટલે ચૌદમે ઉદયમાં હોય છે. શરીર નામકર્મનો ઉદય નથી, એટલે ગમનાગમન નથી. પરંતુ ગમનાગમનની ત્રસનામકર્મના ઉદયથી મળેલી લબ્ધિ આત્મવિષયક હોવાથી ચૌદમે ત્રસનામકર્મનો ઉદય અને તજજન્ય લબ્ધિ હોય છે. એમ બારે પ્રકૃતિમાં સમજવું. પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો જ ઉદય અટકે છે જેમ વિગ્રહગતિમાં શરીર નથી શરીરનામકર્મનો ઉદય નથી, છતાં આ પ્રકૃતિઓ જીવવિપાકી હોવાથી ઉદયમાં ચાલુ જ હોય છે. ઇત્યાદિ સુયુક્તિઓ વિદ્વાન પુરુષોએ જોડવી.
ઉદીરણા ઉદયની જેમ જ છે. અર્થાત્ જે જે ગુણઠાણે જે જે કર્મની જેટલી જેટલી પ્રકૃતિઓ ઉદયમાં કહી છે તે તે ગુણઠાણે તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org