Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૨
દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- રાસ-બાદર-પર્યાપ્ત-પંચેન્દ્રિય જાતિ, મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામકર્મ અને ઉચ્ચગોત્ર એમ ૧૨ પ્રકૃતિઓનો ઉદય ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે વિચ્છેદ પામે છે. ઉદયની જેમ જ ઉદીરણા છે, પરંતુ અપ્રમત્તાદિ “સાત ગુણસ્થાનકોમાં (હવે કહેવાતી વિશેષતા છે. | ૨૩ .
વિવેચન- બાવીસમી ગાથામાં કહેલ સૌભાગ્ય-આદેય-યશ અને એક વેદનીય એમ ચાર, તથા ત્રાસ-બાદર-પર્યાપ્ત-પંચેન્દ્રિયજાતિ. મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, તીર્થંકર નામકર્મ અને ઉચ્ચગોત્ર એમ કુલ બાર પ્રકૃતિઓનો ઉદય ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે વિચ્છેદ પામે છે આ પ્રમાણે ચોદે ગુણસ્થાનકોમાં ઉદયાધિકાર સમાપ્ત થાય છે.
પ્રશ્ન- તેરમા ગુણઠાણે ૪રમાં સાતા-અસાતા બન્નેનો ઉદય કહ્યો. તો શું કેવલી ભગવાનને અસતાનો ઉદય હોય ? તથા ચૌદમે ૧૨ પ્રકૃતિના ઉદયમાં પણ સાતા-અસાતા બેમાંથી એકનો ઉદય કહ્યો તો ચૌદમે શરીર નામકર્મનો ઉદય નથી તો સાતા-અસાતા કેવી રીતે હોય ? અને ચૌદમે આટલા ઉંચા જીવને અસાતાનો ઉદય કેમ સંભવે?
ઉત્તર- સાતા-અસાતા વેદનીય કર્મ છે અને તે અઘાતકર્મ છે ક્વલી ભગવન્તોએ ઘાતકર્મો ખપાવ્યાં છે અઘાતી કર્મો હજુ બાકી છે માટે સાતા-અસાતાનો ઉદય હોઇ શકે છે માત્ર સાતીકાલે રતિ, અને અસાતા કાલે અરતિનો ઉદય હોતો નથી. મોહ નથી માટે.
જેમ ખંધક મુનિના ઘાણીમાં પીલાતા શિષ્યો, ગજસુકુમાલ મુનિ, તથા મેતારજ ઋષિ, આદિને પ્રાપ્ત અસાતાના કાળમાં સમભાવ રાખવાથી ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. પરંતુ કેવલજ્ઞાન થયા પછી પણ તેરમા ગુણઠાણાના અંતર્મુહૂર્તમાં અને ચૌદમા ગુણઠાણાના પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારણકાળ પ્રમાણ કાળમાં પીડા-વેદનાઅસાના ચાલુ જ રહી છે. ઘાણીનું સિંહાસન થઇ ગયું નથી. આગની પાઘડીને બદલે પાણી થઇ ગયું નથી. માટે સારા સમભાવે ભોગવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org