Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૬
• દ્વિતીય કર્મગ્રંથ નવમા ગુણઠાણેથી દસમા ગુણઠાણે જતાં વેદત્રિક તથા સંજ્વલન ક્રોધ-માન-માયાનો ઉદય નીકળી જાય છે તે વાત આગળની ગાથા સાથે સંબંધવાળી છે. તેથી આગળની ગાથામાં સમજાવીશું ૧૮
संजलणतिगं छछेओ, सट्टि सुहुमंमि तुरियलोभंतो । उवसंतगुणे गुणसट्ठि, रिसहनारायदुगअंतो ॥ १९ ॥ (संज्वलनत्रिकं षट्छेदः, षष्टिः सूक्ष्मे तुरीयलोभान्तः । उपशान्तगुण एकोनषष्टिः ऋषभनाराचद्विकान्तः)
શબ્દાર્થ = સંગનતિi = સંજવલનત્રિક, છછેaછનો છેદ થાય છે, સુદુifમ =સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે, તુરિયો ખેતી = ચોથા સંજ્વલન લોભનો અંત થાય છે, ૩વસંતકુળ = ઉપશાન્ત ગુણસ્થાનકે, સુષ્ટિ = ઓગણસાએઠ. રિસદારામંતો = ઋષભનારાચદ્ધિકનો અંત થાય છે.
ગાથાર્થ- (વેદત્રિક તથા)સંજ્વલનત્રિક એમ છ નો છેદ થવાથી સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે સાએઠનો ઉદય હોય છે. ત્યાં સંવલનલોભનો અંત થવાથી ઓગણસાએઠનો ઉદય ઉપશાન્તમોહ ગુણઠાણે હોય છે. ત્યાં ઋષભનારાદિકનો અંત થવાથી (બારમે પ૭ નો ઉદય હોય છે) ૧૯ ||
વિવેચન- નવમા ગુણસ્થાનકમાં વર્તતા જીવોને પ્રથમ ત્રણવેદનો ઉદય અને પછી સંજવલન ક્રોધ-માન-માયા એમ ત્રણ કષાયનો ઉદય વિચ્છેદ પામે છે પરિણામની ધારા અતિશય અતિશય વિશુદ્ધ થતી જતી હોવાથી અને શ્રેણીના કારણે મોહનો પરાભવ જ થતો જતો હોવાથી મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉદયમાંથી નીકળતી જાય છે.
તેમાં પણ સ્વપજ્ઞટીકામાં આટલી વિશેષતા જણાવેલી છે કે જો શ્રેણીનો પ્રારંભક સ્ત્રીજીવ હોય તો તો પ્રથમ સ્ત્રીવેદનો ઉદય ટળે છે પછી અનુક્રમે પુરુષવેદનો, નપુંસકવેદનો, અને સંજ્વલનત્રિકનો ઉદય અટકે છે. શ્રેણીનો પ્રારંભક જો પુરૂષજીવ હોય તો પ્રથમ પુરુષવેદનો ઉદય અટકે છે. ત્યારબાદ અનુક્રમે સ્ત્રીવેદ, નપુંસકવેદ અને સંજવલનત્રિકનો ઉદય અટકે છે. એ જ પ્રમાણે શ્રેણીનો પ્રારંભક જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org