________________
કર્મસ્તવ
૧૦૫ ગાથાર્થ- સમ્યકત્વમોહનીય અને અંતિમ ત્રણ સંઘયણ, એમ ચારનો ઉદયવિચ્છેદ થવાથી અપૂર્વકરણ ગુણઠાણે બોતેરનો ઉદય હોય છે. અને હસ્યાદિ ષકનો અંત થવાથી નવમે ગુણઠાણે છાસઠનો ઉદય હોય છે. ત્યાં વેદત્રિક તથા- || ૧૮ |
- વિવેચન- સમ્યક્ત્વ મોહનીય અને અર્ધનારાચ-કાલિકા-છેવહૂં એમ ૩ સંઘયણ, કુલ ચાર પ્રકૃતિઓનો ઉદય અપ્રમત્ત ગુણઠાણાના અંતે વિચ્છેદ પામે છે તેથી અપૂર્વકરણ ગુણઠાણે ૭૨ નો ઉદય હોય છે. કારણ કે અપૂર્વકરણ ગુણસ્થાનકથી શ્રેણી શરૂ થાય છે. ત્યાં દર્શન સતકનો કાં તો ઉપશમ કરીને જવાય છે કાંતો ક્ષય કરીને જવાય છે. તેથી જ સમ્યકત્વ મોહનીયનો ઉદય સાત ગુણસ્થાનક સુધી જ હોય છે. અન્તિમ ત્રણ સંઘયણવાળા જીવોને તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ હોવાથી જ તેઓ શ્રેણીમાં ચડવાને શક્તિમાન નથી માટે આઠમે ગુણઠાણે અન્તિમ ત્રણ સંઘયણનો ઉદય સંભવતો નથી. એમ મોહનીયમાંથી ૧ અને નામકર્મમાંથી ૩નો ઉદય ઓછો થાય છે.
આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના અંતે હાસ્યાદિષકનો પણ ઉદય વિચ્છેદ થાય છે જેથી નવમા અનિવૃત્તિકરણ ગુણઠાણે ૭૨૬ = ૬૬ નો ઉદય હોય છે. આ ગુણસ્થાનકવર્તી જીવો અતિવિશુદ્ધ હોવાથી તેઓને હાસ્યાદિ પક્નો ઉદય સંભવતો નથી. આઠમાં ગુણસ્થાનકથી આગળ વધતા જીવોમાં વીતરાગ પરમાત્મા પ્રત્યેનો રાગ, અને કર્મ-શરીર આદિ પ્રત્યેને વૈષ કે જે વ્યવહારથી પ્રશસ્ત રાગ-દ્વેષ કહેવાય છે, તે પણ ઉદયમાંથી દૂર થતો જાય છે. નવમા ગુણઠાણે આવા પ્રશસ્ત રાગ-દ્વેષાદિના ઉદયનો સર્વથા અભાવ જ હોય છે. કારણ કે અપ્રશસ્તને દૂર કરવા પ્રશસ્તનું આલંબન માત્ર જ ઉપકારી હતું. અન્ત તો તે પણ હય જ છે. પગમાં વાગેલા કાંટાને કાઢવા સોય નાખવી ઉપકારી છે. પરંતુ અત્તે તો સોય પણ કાઢી જ નાખવાની હોય છે. આ રીતે નવમા ગુણઠાણે મોહનીયમાંથી ૬ ઓછી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org