________________
કર્મસ્તવ
૧૦૩ પ્રશ્ન- જો વિરતિના પ્રભાવે નીચનો ઉદય અટકી ઉચ્ચનો ઉદય શરૂ થતો હોય તો તિર્યંચગતિમાં પણ દેશવિરતિ સ્વીકારે ત્યારે મનુષ્યોની જેમ જ નીચગોત્રનો ઉદય અટકી ઉચ્ચનો ઉદય શરૂ થવો જોઇએ અને તે કારણથી છઠ્ઠા ગુણઠાણાની જેમ જ પાંચમા ગુણઠાણે પણ નીચનો ઉદય ન કહેવો જોઇએ?
ઉત્તર- તિર્યંચગતિમાં ભવસ્વભાવે જ નીચગોત્રનો ઉદય ધ્રુવોદયી છે. તેથી દેશવિરતિ ગ્રહણ કરવા છતાં નીચનો ઉદય અટકતો નથી પરંતુ નીચગોત્રનો જ ઉદય ચાલુ રહે છે. સ્વોપજ્ઞ ટીકામાં ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે. કે નીચૈત્ર તુ તિર્યરતસ્વામીવ્યાત્ ધ્રુવોય न परावर्तते, ततश्च देशविरतस्यापि तिरश्चो नीचैर्गोत्रोदयोऽस्त्येव, मनुजेषु पुनः सर्वस्य देशविरतादेर्गुणिनो गुणप्रत्ययादुच्चैर्गोत्रमेवोदेतीत्युत्तरत्र नीचैर्गोत्रोदयाभावः ।
તથા ઉદ્યોતનો ઉદય જો કે વૈક્રિય-આહારક શરીરની રચના કરનારા મુનિને તથા દેવોને પણ હોય છે પરંતુ તે અતિઅલ્પ છે. તથા જન્મજાત મૂલ ઔદારિક શરીરમાં નથી અને તિર્યંચગતિમાં મૂલ ઔદારિક શરીરમાં છે. તેથી અલ્પતા આદિ કારણોને લીધે તે ઉદ્યોતના ઉદયની અહીં પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી નથી. અને દેવોને તો ફક્ત ચાર જ ગુણસ્થાનક છે. પાંચમું છે જ નહીં * આ પ્રમાણે આઠ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. અને આહારદ્ધિક ઉમેરાય છે જેથી છકે ગુણઠાણે ૮૧ નો ઉદય જાણવો.
- છઠ્ઠ ગુણસ્થાનક પ્રમાદ અવસ્થાવાળું છે અને સાતમું ગુણસ્થાનક અપ્રમાદ અવસ્થાવાળું છે. તેથી થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક એમ કુલ પાંચ પ્રકૃતિઓનો ઉદય છેકે ગુણઠાણે હોય છે પરંતુ સાતમા ગુણઠાણે હોતો નથી. કારણ કે થીણદ્વિત્રિકનો (નિદ્રાનિદ્રાપ્રચલાપ્રચલા અને થીણદ્ધિ એમ ત્રણનો) ઉદય અતિશય પ્રમાદવાળી અવસ્થા છે. તથા આહારકશરીરની રચના કરનાર મુનિ મહાવિદેહક્ષેત્રમાં જવાની ઉત્સુકતા વાળા હોવાથી પ્રમાદવાળી અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org