________________
કર્મસ્તવ
૧૦૧
અહીં દેવ-નારકીના ભવપ્રત્યયિક વૈક્રિયની જ વિવક્ષા કરી છે અને તે ચોથા ગુણઠાણા સુધી જ છે પાંચમે નથી.
દુર્ભાગ, અનાદેય, અને અપયશ, આ ત્રણ અશુભપ્રકૃતિઓ છે. પાંચમું ગુણસ્થાનક વિરતિયુક્ત હોવાથી એટલું બધું વિશુદ્ધ છે કે તે ગુણના પ્રભાવથી ઉપરોક્ત અશુભનો ઉદય અહીં ટકતો નથી.
એમ કુલ ૧૭ નો ઉદયવિચ્છેદ ચોથાના અંતે થાય છે માટે પાંચમે ૮૭નો ઉદય હોય છે.
તથા પાંચમા ગુણઠાણાના અંતે તિર્યંચગતિ, તિર્યંચ આયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોતનામકર્મ, અને ત્રીજો કષાય એમ કુલ ૮ નો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે તિર્યંચગતિ આદિ પ્રથમની ચારપ્રકૃતિઓ તિર્યંચભવને યોગ્ય છે માટે તિર્યંચગતિમાં જ ઉદયમાં આવે છે અને તિર્યંચગતિમાં ફક્ત પાંચ જ ગુણસ્થાનક છે. મહાવ્રતવાળું છઠ્ઠું ગુણસ્થાનક ત્યાં નથી, તેથી છઠ્ઠ ગુણઠાણે તિર્યંચગતિ આદિ ચારેયનો ઉદય સંભવતો નથી. તથા ત્રીજો કષાય સર્વવિરતિનો ઘાતક છે. માટે સર્વવિરતિ આવે ત્યારે ત્રીજા કષાયનો ઉદય સંભવતો નથી. એમ ૮૭માંથી આઠનો ઉદયવિચ્છેદ થવાથી છઠ્ઠ ગુણઠાણે ૭૯ નો ઉદય થવો જોઇએ પરંતુ આહારકદ્વિકનો ઉદય અહીં ચૌદપૂર્વધારી સાધુને સંભવે છે માટે બેનો ઉદય ઉમેરતાં છઠ્ઠ કુલ ૮૧નો ઉદય થાય છે, તે જ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. ॥ ૧૬॥ अट्ठच्छेओ इगसी, पमत्ति आहारजुगलपक्खेवा । थीणतिगाहारगदुगछेओ, छस्सयरि अपमत्ते ॥ १७ ॥ (अष्टच्छेद एकाशीतिः प्रमत्ते आहारकयुगलप्रक्षेपात् । स्त्यानर्द्धित्रिकाहारकद्विकच्छेदः षट्-सप्ततिरप्रमत्ते) શબ્દાર્થ= અનુચ્છે = આઠનો ઉદયવિચ્છેદ, રૂસી એક્યાશીનો ઉદય, પત્તિ = પ્રમત્તગુણઠાણે, આહારનુ તપવુંવા = આહારક યુગલનો પ્રક્ષેપ કરવાથી, થીતિIFTરાવુ અને આહારક ટ્રિકનો વિચ્છેદ થવાથી, ઇસરિ ઉદય, અપમત્તે = અપ્રમત્ત ગુણઠાણે હોય છે.
=
છે = થીણદ્વિત્રિક, છોંતેર પ્રકૃતિઓનો
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org