Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧0
દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિય અષ્ટક, દૌર્ભાગ્ય, અને અનાદેદ્રિક એમ કુલ ૧૭ પ્રકૃતિના ઉદયને વિચ્છેદ ચોથાના અંતે થાય છે જેથી દેશવિરતિગુણઠાણે ૮૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ત્યાં દેશવિરતિ ગુણઠાણે તિર્યંચગતિ-તિર્યંચાયુષ્ય-નીચગોત્રઉદ્યોતનામકર્મ તથા ત્રીજા કષાયના ઉદયનો વિચ્છેદ થવાથી- I/૧૬I
વિવેચન- મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીને ઉદય મનુષ્ય - તિર્યંચના ભવમાં જતાં વિગ્રહગતિમાં આવે છે અને વિગ્રહગતિમાં જીવ નિયમા અવિરત જ હોય છે. કારણ કે દેશવિરતિનાં અણુવ્રતોનું પચ્ચકખાણ અને સર્વવિરતિનાં મહાવ્રતોનું પચ્ચકખાણ માત્ર યાજજીવ” સુધીનું જ હોય છે. તેથી દેશવિરતિ-સર્વવિરતિવાળાં ગુણસ્થાનક ભવસ્થ જીવને આઠવર્ષની ઉમર પછી જીવે ત્યાં સુધી જ હોય છે પરંતુ વિગ્રહગતિમાં હોતાં નથી. અને ભવમાં વર્તનારાને આનુપૂર્વીનો ઉદય હોતો નથી.
તથા વૈક્રિય અષ્ટક (દેવત્રિક-નરકત્રિક-અને વૈક્રિયદ્રિક) નો ઉદય પણ દેશવિરતિ ગુણઠાણે હોતો નથી. કારણ કે દેવ-નારકીનો ભવ વિરતિ વિનાનો જ હોય છે. અને ત્યાં જ આ આઠ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેથી પાંચમે ગુણઠાણે આ આઠનો ઉદય હોતો નથી.
પ્રશ્ન- દેશવિરતિ ગુણસ્થાનકે વર્તતા શ્રાવક-શ્રાવિકા જો વૈક્રિયલબ્ધિવાળા હોય તો અંબડશ્રાવકની જેમ વૈક્રિય શરીર બનાવી શકે છે. તે વખતે પાંચમે ગુણઠાણે વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગ નામકર્મનો ઉદય સંભવી શકે છે તો તે બેનો વિચ્છેદ કેમ કહો છો ?
ઉત્તર- મનુષ્ય-તિર્યચોમાં લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે, પરંતુ ઘણું કરીને તે લબ્ધિ ચાર ગુણસ્થાનક સુધીના જીવોમાં જ હોય છે. અને અંબડશ્રાવક-વિષ્ણુકુમાર-સ્થૂલિભદ્રજી આદિને પાંચમા-છઠ્ઠા ગુણઠાણે પણ વૈક્રિયલબ્ધિ હોવાનો શાસ્ત્રપાઠ છે તથાપિ તે ક્યારેક જ અને કોઇકને જ હોય છે તેથી પૂર્વાચાર્યોએ તેની વિવક્ષા કરી નથી માટે અમે પણ અહીં લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીરની વિવક્ષા કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org