Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- ત્રણ આનુપૂર્વાનો અનુદય થવાથી અને મિશ્રમેહનીયનો ઉદય થવાથી મિશ્ર ગુણઠાણે ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તથા મિશ્ર ગુણઠાણાના છેડે મિશ્રમોહનીયના ઉદયનો અંત થાય છે અને સમ્યકત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વીનો ઉદય ઉમેરાય છે જેથી અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ૧૦૪ નો ઉદય થાય છે ત્યાં બીજો કષાય તથા- / ૧પ છે
વિવેચન- સાસ્વાદન ગુણસ્થાનકે નરકાનુપૂર્વીને અનુદય પૂર્વે કહેલો હોવાથી આ ગાથામાં કહેલા “અજુપુત્રી'' શબ્દથી તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી સમજવી. એમ ત્રણ આનુપૂર્વીનો ઉદય મિશ્રગુણઠાણે હોતો નથી. આગળ ચોથા ગુણઠાણે ઉદય આવવાનો છે એટલે આ ત્રણનો ઉદયવિચ્છેદ ન કહેતાં અનુદય કહેલ છે.
મિશ્રગુણઠાણે વર્તનારો જીવ ચાર કાર્યો કરતો નથી, તેમાં મૃત્યુ પામતો નથી એ વાત પણ આવી ચૂકી છે. અને મૃત્યુ વિના પરભવગમન અને આનુપૂર્વી ઉદય સંભવતો નથી. ન સમ્મમ છો કુળ શાન્ત આવું શાસ્ત્રવચન છે. અને આ મિશ્રદષ્ટિ ગુણસ્થાનક છે એટલે મિશ્રમોહનીયનો ઉદય નિયમ હોય છે માટે સાસ્વાદને જે ૧૧૧ ઉદયમાં છે તેમાંથી ૯ નો ઉદય વિચ્છેદ, ૩ નો અનુદય એમ ૧૨ દૂર કરાય છે અને ૧ મિશ્ર મોહનીય ઉમેરાય છે જેથી ૧૧૧ ૧૨=૯૯+૧=૧૦૦નો ઉદય ત્રીજે હોય છે.
ત્રીજે ગુણસ્થાનકે જે ૧૦૦-પ્રકૃતિઓનો ઉદય છે, તેમાંથી ૧ મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યકત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વીનો ઉદય ઉમેરવાથી ચોથે ગુણઠાણે ૧૦૮–૧=૯૯+૫=૧૦૪નો ઉદય હોયછે. મિશ્રમોહનીયનો ઉદય મિશ્રગુણઠાણે જ હોય, અને સમ્યકત્વમોહનીયનો ઉદય ૪થી ગુણઠાણે જ હોય તેથી મિશ્રનો ઉદય અહીં ચોથે ગુણઠાણે દૂર કરાય છે અને સમ્યકત્વમોહનીયનો ઉદય ઉમેરાય છે. તથા ચોથે ગુણઠાણે મૃત્યુનો યોગ છે. જીવ મરીને નરક આદિ ચારે ગતિમાં જઇ શકે છે, તેથી ચાર આનુપૂર્વીને ઉદય હોઇ શકે છે. માટે ચોથે ૧૦૪ નો ઉદય છે.
Jain Education International
For Private & Personal Use Ortly
www.jainelibrary.org