Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્વિતીય કર્મગ્રંથ
આતપ નામકર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય રત્નોને જ હોય છે. ત્યાં પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી, માટે સાસ્વાદન નથી. તથા પરભવથી સાસ્વાદન લઇને આવનારા જીવો આ બાદર પર્યાપ્ત રત્નોમાં ઉત્પન્ન થઇ શકે છે, પરંતુ ત્યાં સાસ્વાદન માત્ર છ આવલિકામાં પણ કંઇક ન્યૂનકાળ સુધી જ ટકે છે અને આતપ નામકર્મનો ઉદય તો અંતર્મુહૂર્ત બાદ શરીર-ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે માટે સાસ્વાદન ગુણસ્થાનકે આતપનો ઉદય નથી. તથા મિથ્યાત્વમોહનો ઉદય મિથ્યાત્વે જ સંભવે છે. આમ કુલ પાંચ પ્રકૃતિઓનો ઉદય સાસ્વાદને હોતો નથી. તેથી તે પાંચનો ઉદયવિચ્છેદ થાય છે. જે પ્રકૃતિઓનો ફરીથી આગળના ગુણસ્થાનકોમાં પણ ઉદય થવાનો નથી. તેનો ઉદયવિચ્છેદ કહેવાય છે. તથા નરકાનુપૂર્વીનો ‘‘અનુદય” હોય છે. સાસ્વાદન ગુણસ્થાનક હોતે તે જીવ નરકમાં જતો નથી અને નરકાનુપૂર્વીનો ઉદય નરકમાં જતાં જ હોય છે. માટે તેનો અહીં સાસ્વાદને અનુદય કહેવાય છે. આગળ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે પુનઃ નરકાનુપૂર્વીનો ઉદય આવવાનો છે માટે ઉદયવિચ્છેદ ન કહેતાં અનુદય શબ્દનો પ્રયોગ કર્યો છે. એમ પછીના ગુણઠાણાઓમાં પણ ઉદયવિચ્છેદ અને અનુદય શબ્દની વચ્ચે તફાવત સમજી લેવો.
૯૬
૧૧૭માંથી પાંચનો ઉદયવિચ્છેદ અને એકનો અનુદય થવાથી કુલ છ બાદ કરતાં ૧૧૧ નો ઉદય સાસ્વાદનગુણઠાણે હોય છે. આ છ પ્રકૃતિઓમાં ૧ મોહનીયની છે. અને પાંચ નામકર્મની છે. તે બાદ ક૨વી. તેથી કર્મવાર પ્રકૃતિઓનો ઉદય આ પ્રમાણે છે.
જ્ઞાના. ૫, દર્શ. ૯, વેદ. ૨, મોહ.
૫૯, ગોત્ર. ૨, અને અંત. ૫, એમ કુલ ગુણઠાણે જાણવો.
Jain Education International
૨૫, આયુ. ૪, નામ. ૧૧૧નો ઉદય બીજે
For Private & Personal Use Only
www.jainelibrary.org